બલુચિસ્તાનથી LoC સુધી બરાબરનું પીટાયું પાકિસ્તાન! બલોચ હુમલા બાદ ઓપરેશન સિંદૂરથી કેવી રીતે તૂટી PAKની કમર

Balochistan: ગુપ્તચર એજન્સીઓના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે 2025 ની શરૂઆતથી પાકિસ્તાનને તેના તાજેતરના વર્ષોની તુલનામાં સૌથી વધુ નુકસાન થયું છે, ખાસ કરીને બલુચિસ્તાન અને નિયંત્રણ રેખાની આસપાસના વિસ્તારોમાં. રિપોર્ટ અનુસાર છેલ્લા 5 મહિનામાં ફક્ત બલુચિસ્તાનમાં જ 350 થી વધુ મોટા હુમલા અને લગભગ 20 નાના પાયે હુમલાઓ થયા છે.

 બલુચિસ્તાનથી LoC સુધી બરાબરનું પીટાયું પાકિસ્તાન! બલોચ હુમલા બાદ ઓપરેશન સિંદૂરથી કેવી રીતે તૂટી PAKની કમર

Baloch rebels: પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી કેમ્પોનો નાશ કર્યા, જેમાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક અને લશ્કર-એ-તૈયબાનો ગઢ સામેલ હતો. આ હુમલામાં ભારતે 100 થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પાકિસ્તાન ભલે બડાઈ મારતું હોય, પણ તેની હાલત ખૂબ જ ખરાબ છે. છેલ્લા 5 મહિનામાં આંતરિક સંઘર્ષો, આતંકવાદી ઘટનાઓ અને ભારત દ્વારા બદલાની કાર્યવાહીને કારણે પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ માર્યા ગયા છે.

ઓપરેશન સિંદૂર પહેલા જ બગડી ચૂકી હતી સ્થિતિ
ઓપરેશન સિંદૂર શરૂ થાય તે પહેલાં જ પાકિસ્તાનમાં આંતરિક સંઘર્ષો અને આતંકવાદી ઘટનાઓમાં 191 નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે, 398 પોલીસ અને અન્ય સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા છે, જે છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી વધુ છે. આ આંકડા ઓપરેશન સિંદૂર પહેલાના છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન અને પછીના ઝટકા
૬-૭ મેની રાત્રે ભારતીય દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 સ્થળોએ હુમલો કર્યો. આ પછી 9-10 મેના રોજ ભારતે 11 હાઈ-વેલ્યૂ પાકિસ્તાની વાયુસેના અને લશ્કરી ઠેકાણાઓ પર ચોક્કસ કાર્યવાહી કરી. જેમાં LoC પર 23 લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઓપરેશન કરાચીના માલીરથી પીઓકેના કોટલી સુધીના 1,420 કિમીના ત્રિજ્યામાં ફેલાયેલું હતું.

ભારતની આ જવાબી કાર્યવાહીમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે પાકિસ્તાનમાં 20-26 લોકો ઘાયલ થયા છે. ગુપ્તચર અહેવાલો અનુસાર 9-10 મેના રોજ થયેલા ઓપરેશનમાં 13 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે નિયંત્રણ રેખા પર 35-40 પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા હતા. પાકિસ્તાનમાં ભારતીય હુમલામાં 35 થી વધુ સૈનિકો ઘાયલ થયા છે.

પાકિસ્તાનની ઘટતી સ્થિતિ
આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવાની તેની નીતિની કિંમત ચૂકવી રહ્યું છે, પરંતુ ભારતની આતંકવાદ વિરોધી નીતિ અને લશ્કરી વ્યૂહરચનાને કારણે તેને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે. ઓપરેશન સિંદૂરએ પાકિસ્તાનને ખૂબ જ હચમચાવી નાખ્યું છે અને હવે ત્યાંની આંતરિક પરિસ્થિતિ પણ વધુને વધુ અસ્થિર બની રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news