ભારતને પરમાણું બોંમ્બની ધમકી આપતુ હતું પાકિસ્તાન, હવે નિકળી ગઈ હવા, કહ્યું: પરમાણું બટન ત્યારે જ દબાવશે જ્યારે.....

Pahalgam Terror Attack: ભારતને પરમાણુ હુમલાની ધમકી આપનાર પાકિસ્તાનનો ઘમંડ હવે ખતમ થઈ ગયો છે. તેમના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે આ મામલે જવાબ આપ્યો છે, પાકિસ્તાનના મોટા ભાગના નેતાઓ ભારતને અને વિશ્વને પરમાણુ હુમલાની ઘમકી આપતા જોવા મળે છે. 
 

ભારતને પરમાણું બોંમ્બની ધમકી આપતુ હતું પાકિસ્તાન, હવે નિકળી ગઈ હવા, કહ્યું: પરમાણું બટન ત્યારે જ દબાવશે જ્યારે.....

Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કર્યા બાદ પાકિસ્તાન ઉશ્કેરાયું છે. ભારતને સતત પરમાણુ હુમલાની ધમકી આપતું પાકિસ્તાનની હવે હવા નિકળી ગઈ છે. તેમના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે ભારત ગમે ત્યારે આપણા પર લશ્કરી હુમલો કરી શકે છે. હવે તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમનું નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આસિફે એમ પણ કહ્યું કે અમે ત્યારે જ પરમાણુ હુમલો કરીશું જ્યારે તેમના દેશનું અસ્તિત્વ જોખમમાં હશે.

પાકિસ્તાની અખબાર અનુસાર, આસિફે કહ્યું કે પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે, પરંતુ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરવામાં આવશે જો "આપણા અસ્તિત્વ માટે સીધો ખતરો હશે". તેમના નિવેદનને ભારત ડરાવવાના પ્રયાસ બાદ પાછળ પડી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Add Zee News as a Preferred Source

ગયા અઠવાડિયે કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. ભારતે આ હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે, જેને પાકિસ્તાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. NIA આ આતંકવાદી હુમલાની તપાસ કરી રહી છે.

ખ્વાજા આસિફે પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે, અમે અમારા દેશનું રક્ષણ કરવા તૈયાર છીએ, પરંતુ જ્યાં સુધી અમારા અસ્તિત્વ માટે સીધો પડકાર ન આવે ત્યાં સુધી અમે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું નહીં. તેમના અગાઉના નિવેદનથી એવી છાપ પડી હતી કે પાકિસ્તાન ભારતીય કાર્યવાહીના ડરથી પરમાણુ વિકલ્પ પર વધુને વધુ વિચાર કરી રહ્યું છે.

હાલની પરિસ્થિતિમાં, ભારતીય સેના પણ સંપૂર્ણપણે સતર્ક છે અને ઉત્તરીય સરહદો પર દેખરેખ વધારી દેવામાં આવી છે. ભારતે સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે તે કોઈપણ પ્રકારની ઉશ્કેરણીનો યોગ્ય જવાબ આપશે. આ દરમિયાન, ગુપ્તચર માહિતી મળી છે કે આતંકવાદીઓ ફરી એકવાર કાશ્મીરમાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, અડધાથી વધુ પર્યટન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krushnapalsinh Chudasama

2017થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news