કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસ આપવા તૈયાર થયું પાકિસ્તાન, ICJએ ફાંસી પર લગાવી છે રોક

પાકિસ્તાનની જેલ જાસૂસીના આરોપમાં કેદ કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસ આપવા માટે પાકિસ્તાનની સરકારે હા પાડી દીધી છે. પાકિસ્તાન વિયેના સંધિ મુજબ કુલભૂષણ જાધવને પાકિસ્તાની કાયદા હેઠળ કોન્સ્યુલર એક્સેસ ઉપલબ્ધ કરાવશે. 

કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસ આપવા તૈયાર થયું પાકિસ્તાન, ICJએ ફાંસી પર લગાવી છે રોક

નવી દિલ્હી: પાકિસ્તાનની જેલ જાસૂસીના આરોપમાં કેદ કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસ આપવા માટે પાકિસ્તાનની સરકારે હા પાડી દીધી છે. પાકિસ્તાન વિયેના સંધિ મુજબ કુલભૂષણ જાધવને પાકિસ્તાની કાયદા હેઠળ કોન્સ્યૂલર એક્સેસ ઉપલબ્ધ કરાવશે. 

 

અત્રે જણાવવાનું કે આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)એ બુધવારે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો. આઈસીજેએ જાધવની ફાંસીની સજા પર રોક લગાવી. કોર્ટે કહ્યું કે પાકિસ્તાન જાધવ પર પોતાના ચુકાદા પર ફેરવિચાર કરે. કોર્ટે કહ્યું કે કુલભૂષણ  જાધવ કેસમાં પ્રક્રિયા પર ફરીથી વિચાર કરો. આઈસીજેના કહેવા મુજબ પાકિસ્તાને વિયેના સંધિનો ભંગ કર્યો. પાકિસ્તાને માનવાધિકારનો ભંગ કર્યો. આઈસીજેએ એમ પણ કહ્યું કે જાધવને કોન્સ્યૂલર એક્સેસ મળવું જોઈએ. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનની સૈન્ય કોર્ટે જાસૂસીના આરોપમાં જાધવને ફાંસીને સજા સંભળાવેલી છે. જેને ભારતે સાવ પાયાવિહોણી ગણાવી છે. ભારતીય નેવીના પૂર્વ અધિકારી જાધવનું પાકિસ્તાની એજન્સીઓએ 3 માર્ચ 2016ના રોજ ઈરાનથી અપહરણ કર્યું હતું જ્યાં તેઓ વેપાર માટે ગયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news