પાકિસ્તાનનું ગળું સૂકાયું, ઝોળી ફેલાવીને કરગરવા લાગ્યું- સિંધુ જળ સંધિ પર ભારત વિચાર કરે
Indus Water Treaty: પાકિસ્તાન એકવાર ફરીથી ઘૂંટણિયે પડ્યું છે અને ભારતને ગુહાર લગાવી છે. પાકિસ્તાને સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને પોતાના નિર્ણય પર પુર્નવિચાર કરવાની અપીલ કરી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાને ભારત સામે જળસંકટનો હવાલો આપ્યો છે.
Trending Photos
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા પગલાં ભર્યા, તેમાં સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનું પણ સામેલ છે. હવે પાકિસ્તાન આ સંધિ યથાવત કરવા માટે ભારતને કરગરી રહ્યું છે અને ફરીથી ભારતને ગુહાર લગાવી છે. પાકિસ્તાન ઈચ્છે છે કે ભારત પોતાના નિર્ણય પર પુર્નવિચાર કરે. પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયે ભારતના જળશક્તિ મંત્રાલયને પત્ર લખીને અપીલ કરી છે કે આ નિર્ણય પર ફરીથી વિચાર કરવામાં આવે. સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાને ભારત સામે જળ સંકટનો હવાલો આપ્યો છે.
સૂત્રો અનુસાર નિયમ મુજબ આ પત્ર વિદેશ મંત્રાલયને મોકલવામાં આવ્યો છે પરંતુ ભારતે પાકિસ્તાનની ગુહારને હાલ તો અભરાઈએ ચડાવી છે. ભારત હવે ત્રણ નદીઓના પાણીને પોતાના માટે ઉપયોગમાં લેવાની યોજના ઘડી રહ્યું છે. મધ્યમગાળાની, અને લાંબા ગાળાની યોજનાઓને પણ અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. જેના પર તરત કામ શરૂ કરાયું છે.
લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં
22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકીઓએ 26 પર્યટકોની નિર્દયતાપૂર્વક ગોળી મારીને હત્યા કરી હતી. ભારત સરકારે આ આતંકી હુમલાના જવાબમાં સૌથી પહેલા સિંધુ જળસંધિ સ્થગિત કરવાનો નિર્ણય લીધો. જેના કારણે હવે પાકિસ્તાન જળ સંકટ સામે ઝઝૂમવા લાગ્યું છે. ભારતે પહેલગામ હુમલાનો બદલો લેતા પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકી ઠેકાણાઓને તબાહ કરી નાખ્યા હતા. પીએમ મોદીએ કાલે જ દેશને નામ સંબોધનમાં આંખ ફેરવીને કહી દીધુ હતું કે લોહી અને પાણી એક સાથે વહીં શકે નહીં.
ક્યારે થઈ હતી સિંધુ જળ સંધિ
સિંધુ જળ સંધિ 19 સપ્ટેમ્બર 1960માં થઈ હતી. આ સંધિ પર ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ બંને દેશો વચ્ચે સિંધુ નદીના પાણીના ભાગલાને કંટ્રોલ કરે છે. આ સંધિ હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેતી સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજના પાણીની વહેંચણી થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે