લંડનમાં પાકિસ્તાની ડિપ્લોમેટની શરમજનક હરકત, ભારતીયો તરફ કર્યો એવો ઈશારો કે....થયો વિવાદ
Pakistani diplomat in London: લંડનમાં પાકિસ્તાની રાજદ્વારી દ્વારા શરમજનક હરકત કરવામાં આવી છે. પ્રદર્શન કરી રહેલા ભારતીયોનું ગળું કાપવાનો ઈશારો કરતા મામલો ગરમાયો છે અને ત્યાંથી પણ રાજદ્ધારીને પાકિસ્તાન તગેડી મૂકવા માંગ કરવામાં આવી છે.
Trending Photos
Pakistani diplomat in London: પહલગામ આતંકી હુમલા બાદ લંડન સ્થિત પાકિસ્તાની હાઈકમિશ્નરની સામે પ્રદર્શન કરી રહેલા ભારતીય મૂળના લોકોને લઈને પાકિસ્તાની ડિપ્લોમેટે ગળું કાપવાનો ઈશારો કર્યો છે. ત્યારબાદ સ્થાનિક લોકોમાં અને સોશિયલ મીડિયામાં આક્રોશ ભડકી ગયો છે. રિપોર્ટ્સ અનુસાર લંડનમાં આવેલા પાકિસ્તાન એમ્બેસીમાં ડિફેન્સ એટેચી તરીકે કામ કરતા તૈમૂર રાહત ધમકીભર્યો ઈશારો કરતો કેમેરામાં કેદ થયો હતો.
પાકિસ્તાની હાઈકમિશ્નરનું આ વર્તન ત્યારે સામે આવ્યું જ્યારે ભારતીય મૂળના લોકોએ પહલગામ હિંસા સામે પાકિસ્તાની દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું અને પાકિસ્તાનને આતંકવાદ ફેલાવવાનું બંધ કરવા કહ્યું. આ દરમિયાન ઘણા વિરોધીઓ ત્યાં હાજર હતા. આ દરમિયાન પાકિસ્તાની રાજદ્વારીઓ પણ છત પર પહોંચી ગયા અને દેખાવકારોને ઉશ્કેરવા લાગ્યા હતા.
He's not an ordinary Pakistani, but a Pakistani diplomat.
They threatened the people who were protesting outside Pakistan High Commission in London. And more importantly, note that 'slit-your-throat' gesture with Abhinandan's poster.
From top to bottom, they’re all Jihadis. pic.twitter.com/9OFi61SZ1X
— Mr Sinha (@MrSinha_) April 26, 2025
વિંગ કમાન્ડર અભિનંદનનું પોસ્ટર લહેરાવ્યું!
ભારતીય વિરોધીઓને ઉશ્કેરવા માટે પાકિસ્તાની રાજદ્વારીઓએ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું પોસ્ટર લહેરાવ્યું હતું, અભિનંદવ 2019 માં પાકિસ્તાની વિમાન F-16 ને તોડી પાડ્યા પછી પાકિસ્તાનમાં ક્રેશ થયું હતું.
અભિનંદનના પોસ્ટરને લહેરાવતી વખતે પાકિસ્તાની રાજદ્વારીએ ભારતીય વિરોધીઓ તરફ આંગળી ચીંધી અને તેમનું ગળું કાપવાનો ઈશારો કર્યો. ડિપ્લોમેટના આ ઈશારા પછી તેની આસપાસના લોકો હસતા જોવા મળે છે. પાકિસ્તાની રાજદ્વારીના આ કૃત્ય બાદ લોકોનો ગુસ્સો સતત વધી રહ્યો છે. આ કાર્યવાહી અંગે ઘણા લોકોએ કહ્યું કે પાકિસ્તાની રાજદ્વારીને પાકિસ્તાન પરત મોકલવો જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે