Pakistani Hindu teen couple Death in desert: થારના રણમાં સપનાઓ તૂટી ગયો, એક પાકિસ્તાની હિન્દુ દંપતીએ સારા જીવનની શોધમાં પોતાનો જીવ ગુમાવ્યો. ભારતમાં સારા જીવનની શોધમાં પાકિસ્તાનથી ભાગી ગયેલા એક હિન્દુ દંપતીની આ કહાની તમારું હૃદય તોડી નાખશે. જાણો સમગ્ર કહાની....

Pakistani Hindu couple Death desert story: થાર રણની ગરમ રેતીમાં બે નાના હૃદયના ધબકારા કાયમ માટે બંધ થઈ ગયા. પ્રેમ અને સપનાઓની આશામાં ભારત-પાકિસ્તાન સરહદ પાર કરનારા 17 વર્ષીય રવિ કુમાર અને 15 વર્ષીય શાંતિ બાઈએ તરસ અને ગરમીથી પોતાનો જીવ ગુમાવ્યો. આ ફક્ત બે લોકોની કહાની નથી, પરંતુ તે બધા સપનાઓની કહાની છે જે સરહદો પાર સારા જીવનની આશામાં ઉછરે છે, અને ક્યારેક રસ્તામાં જ મૃત્યુ પામે છે.
ચાર મહિના પહેલા થયા હતા લગ્ન
ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે રવિ અને શાંતિની પ્રેમ કહાની ચાર મહિના પહેલા પાકિસ્તાના સિંધ પ્રાંતના મીરપુર મથેલોમાં શરૂ થઈ હતી. લગ્નના બંધનમાં બંધાયેલા આ કપલે ભારતમાં એક સુરક્ષિત અને ખુસ જીવનનું સપનું જોયું હતું. બંનેએ ભારત આવવા માટે વીઝા માટે અરજી કરી, પરંતુ ભારત-પાકિસ્તાનના તણાવપૂર્ણ સંબંધે તેના સપનાને તોડી દીધું. વીઝા રદ્દ થવાથી નિરાશ પરંતુ હિંમત ન હારનાર આ કપલે એક જોખમ ઉઠાવવાનો નિર્ણય કર્યો. તેણે એક પાણીનું કેન લીધું અને પરિવારની ચેતવણીઓ છતાં સરહદ પાર કરવાનો નિર્ણય કર્યો. પરિવારે ખૂબ સમજાવ્યા પરંતુ આ કપલે કોઈની વાત માની નહીં.
પુત્રને પિતાએ ખૂબ સમજાવ્યા, પરંતુ વાત ન માની
રિપોર્ટમાં જાણવા મળ્યું કે રવિના પિતાએ તેને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો. એક સપ્તાહ પહેલા પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી, પરંતુ પ્રેમ અને સપનાની તાકાત આગળ વધુ ફેલ ગયું. 21 જૂને રવિએ શાંતિની સાથે બાઇક પર સવાર થઈ ઘર છોડી દીધું.
પાણી ખતમ, તપતી ગરમીએ તેનો શ્વાસ છીનવી લીધો
તેમના હૃદયમાં ફક્ત એક જ ઇચ્છા હતી - ભારતીય ભૂમિ પર નવું જીવન શરૂ કરવાની. પરંતુ થારનું રણ તેમના માર્ગમાં સૌથી મોટો દુશ્મન બની ગયું. તેઓ મુશ્કેલ રસ્તાઓ પર ખોવાઈ ગયા. પાણી પૂરું થઈ ગયું, અને તીવ્ર ગરમીએ તેમના જીવ લઈ લીધા. જ્યારે તેમના મૃતદેહ મળી આવ્યા, ત્યારે ખાલી જેરી કેન અને પાકિસ્તાની ઓળખ કાર્ડ નજીકમાં પડેલા હતા. તેમના અધૂરા સપનાના છેલ્લા ચિહ્નો.
આ કહાનીથી બધા હેરાન
જેસલમેરના પોલીસ અધિક્ષક સુધીર ચૌધરીએ જણાવ્યું હતું કે ઓળખપત્ર મળવાથી સુરક્ષા અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. પોલીસ અને ઘણી એજન્સીઓ આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પરંતુ આ તપાસ ઉપરાંત, આ કહાની માનવતાને હચમચાવી નાખે છે.
રવિ પાકિસ્તાનના ધોટકી જિલ્લાનો હતો
હિંદુ પાકિસ્તાની વિસ્થાપિત યુનિયન અને બોર્ડર પીપલ ઓર્ગેનાઇઝેશનના જિલ્લા સમન્વયક દિલીહ સિંહ સોઢાએ જણાવ્યુ કે રવિ અને શાંતિ સિંધના ધોટકી જિલ્લાના ધુમાલ હુસૈન લેગારી ગામમાં રહેતા હતા. તેના કેટલાક સંબંધીઓ ભારતમાં રહેતા હતા. સોઢાએ જણાવ્યું કે 21 જૂને રવિ અને શાંતિએ પોતાના ઘરેથી મોટરસાઇકલ પર નીકળતા પહેલા પિતા સાથે ચર્ચા કરી હતી. તેના પાસપોર્ટ અને વીઝા દસ્તાવેજ ધાર્મિક યાત્રા માટે જમા કરવામાં આવ્યા હતા, પરંતુ પહેલગામ આતંકી હુમલા બાદ પ્રક્રિયા રોકાઈ ગઈ હતી. નિરાશ થઈને બંનેએ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાનું જોખમ ઉઠાવ્યું હતું. તેની બાઇક અને કપડા સરહદથી 20 કિમી દૂર પાકિસ્તાની ક્ષેત્રથી મળ્યા હતા.
સોઢાએ આંખમાં આંસુ સાથે કહ્યુ- આ બાળકો માત્ર પોતાના સપના માટે લડ્યા હતા. જો મૃતદેહ પાકિસ્તાન ન મોકલવામાં આવે તો જેસલમેરમાં તેના સંબંધીઓ હિંદુ રીતિ-રિવાજથી તેના અંતિમ સંસ્કાર કરવા માટે તૈયાર છે.