'લોહીના છેલ્લા ટીપા સુધી લડીશું યુદ્ધ', યુદ્ધવિરામ ભંગ બાદ અકડાયા પાકિસ્તાની PM શહબાઝ શરીફ

Pakistan pm shehbaz sharif: પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે રાષ્ટ્રને સંબોધનમાં તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે દુશ્મને જે કર્યું તે શરમજનક હતું અને આપણી બહાદુર સેનાએ તેનો યોગ્ય જવાબ આપ્યો છે. શાહબાઝ શરીફે કહ્યું કે ભારતે પહેલગામનું બહાનું બનાવીને યુદ્ધ કર્યું, પરંતુ અમે સ્પષ્ટ કર્યું કે હવે બેઠક યુદ્ધના મેદાનમાં થશે. તેમણે લશ્કરી નેતૃત્વ અને સૈનિકોની પ્રશંસા કરી.

'લોહીના છેલ્લા ટીપા સુધી લડીશું યુદ્ધ', યુદ્ધવિરામ ભંગ બાદ અકડાયા પાકિસ્તાની PM શહબાઝ શરીફ

shehbaz sharif on ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. બંને દેશો સરહદ પર તણાવ ઓછો કરવા સંમત થયા છે. જોકે, યુદ્ધવિરામ પર સંમત થયાના થોડા કલાકો પછી જ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. તે દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે શનિવારે મોડી સાંજે રાષ્ટ્રને સંબોધન કરતી વખતે યુદ્ધવિરામમાં ભૂમિકા ભજવવા બદલ ચીન, ડોનાલ્ડ ટ્રમ્પ અને ગલ્ફ દેશોનો આભાર માન્યો હતો.

પાકિસ્તાનના વડાપ્રધાને શું કહ્યું?
પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે કહ્યું કે દુશ્મને તાજેતરમાં જે કર્યું તે શરમજનક હતું, જેનો આપણી સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે. ભારતે પહેલગામ હુમલાનું બહાનું બનાવીને આપણા પર યુદ્ધ કર્યું. પાકિસ્તાને ફરી એકવાર ભારતના પાયાવિહોણા આરોપોની નિષ્પક્ષ તપાસની ઓફર કરી હતી. તેમ છતાં ભારતે હુમલો કર્યો હતો.

ડ્રોન અને મિસાઇલોથી કર્યો હુમલો 
શહબાઝે આરોપ લગાવ્યો કે ભારતે ડ્રોન અને મિસાઇલ હુમલાઓ દ્વારા પાકિસ્તાની નાગરિકોને નિશાન બનાવ્યા હતા. ભારતે રહેણાંક વિસ્તારો પર હુમલો કરીને આપણી ધીરજની કસોટી કરી. ભારતીય સેનાએ પાકિસ્તાનના સૈન્ય છાવણીઓ અને સ્ટોરેજ ડેપોને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. શાહબાઝે દાવો કર્યો છે કે પાકિસ્તાન વાયુસેના દ્વારા ભારતીય લશ્કરી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, શાહબાઝે રાફેલ તોડી પાડવાનો પણ દાવો કર્યો હતો.

યુદ્ધવિરામ માટે વ્યક્ત કર્યો આભાર 
શહબાઝ શરીફે યુદ્ધવિરામ માટે ચીન, ડોનાલ્ડ ટ્રમ્પ અને ગલ્ફ દેશોનો આભાર માન્યો છે. શાહબાઝે કહ્યું- હું અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનવા માંગુ છું. જેમણે યુદ્ધવિરામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શહબાઝે યુદ્ધવિરામ માટે સાઉદી અરેબિયા, યુએઈ, તુર્કી અને કતારનો પણ આભાર માન્યો.

ચીનનો ખાસ આભાર
પાક પીએમએ ચીનને એક વિશ્વાસુ મિત્ર ગણાવ્યું છે. શાહબાઝે કહ્યું કે ચીનનો ઉલ્લેખ કર્યા વિના તેમનું ભાષણ અધૂરું છે. તેમણે કહ્યું, 'હું ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો હૃદયપૂર્વક આભાર માનું છું.' પાંચ દાયકાથી વધુ સમયથી ચીન દરેક કટોકટીમાં આપણી સાથે ઉભું રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news