નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસની મહાજંગમાં શાંતિની કોઈ આશા દેખાતી નથી... ગાઝામાં એક તરફ બોમ્બ-ગોળા વિધ્વંસ મચાવી રહ્યા છે. તો બીજી તરફ લોકોને મારી રહી છે કાતિલ ભૂખ... ભોજન વિના ફિલિસ્તીનીઓના હાલ બેહાલ થઈ ગયા છે. ત્યારે આભમાંથી આવતી રાહત પણ હવે સંકટ બની છે.. કારણ કે આભમાંથી ભોજનની જગ્યાએ વરસી રહ્યું છે મોત..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને 6 મહિના જેટલો સમય થઈ ગયો.. પરંતુ હજુ પણ યુદ્ધવિરામ ક્યારે થશે તે એક મોટો સવાલ છે. તેવા સમયે ગાઝામાં ભૂખના માર્યા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. જોકે લોકોને રાહત આપવા માટે હાલ આકાશમાંથી પેરાશૂટ મારફતે લોકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે.. પરંતુ હવે આ ફૂડ પેકેટ જ લોકોના જીવ લઈ રહ્યું છે.. પશ્ચિમ ગાઝામાં વિમાનથી ફેંકાયેલા ફૂડ પેકેટના બોક્સ નીચે દબાઈ જવાના કારણે 5 ફિલીસ્તીનીઓના મોત થઈ ગયા. તો અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.


એટલે કે જે ભોજન જીવ બચાવવા માટે જરૂરી છે, તે પણ હવે મોતનું સંકટ લઈને આવી રહ્યું છે. જેના કારણે ગાઝાના લોકોમાં ભયનો માહોલ છવાયો છે. 


આ પણ વાંચોઃ NASA Jobs: ડોલરમાં પગાર અને ચાંદ પર ચક્કર મારવાની તક, નાસાને જોઇએ છે અંતરિક્ષ યાત્રી


ભોજન વિના તડપી રહેલા લોકોની હાલત એવી છે કે, વિમાન દેખાતા જ લોકો ફૂડ પેકેટ લેવા દોડ મુકે છે.. તો કેટલાય લોકો અનેક દિવસોથી ભૂખ્યા રહેતા હાલત અત્યંત દયનીય બની ગઈ છે.. જોકે હજુ પણ રાહતની કોઈ આશ દેખાતી નથી.. તાજેતરમાં જ જાહેર થયેલા એક આંકડા મુજબ ઈઝરાયલ સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 30 હજાર 800થી વધુ ફિલિસ્તીનીઓના મોત થઈ ગયા છે. જ્યારે કે 72 હજારથી પણ વધુ લોકો ઘાયલ છે.. અને આ આંકડો સતત વધતો જઈ રહ્યો છે.. જોકે લોકોને એવી આશા છે કે, રમઝાન સમયે ગાઝામાં યુદ્ધવિરામ થઈ શકે છે.. પરંતુ તાજેતરમાં જ બાઈડનના એક નિવેદને ગાઝાની ચિંતા વધારી દીધી.. જેમા તેમણે એવું કહ્યું કે, સીઝફાયર હવે મુશ્કેલ લાગે છે..