અંતરીક્ષયાત્રીની ચેલેન્જ- 'તસવીરમાં શોધી કાઢો સ્પેસવોકરના પગ', શું તમને દેખાય છે?

સોશિયલ મીડિયા પર આજકાલ અનેક એવી ક્વિઝ અને પહેલીઓ જોવા મળે છે જે યૂઝર્સના મગજને બરાબર કસરત કરાવે છે.

અંતરીક્ષયાત્રીની ચેલેન્જ- 'તસવીરમાં શોધી કાઢો સ્પેસવોકરના પગ', શું તમને દેખાય છે?

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર આજકાલ અનેક એવી ક્વિઝ અને પહેલીઓ જોવા મળે છે જે યૂઝર્સના મગજને બરાબર કસરત કરાવે છે. પછી ભલે તે ગણિતનો કોઈ કોયડો હોય કે પઝલ, આ વખતે નાસાના એક અંતરીક્ષયાત્રીએ એક તસવીર રજુ કરીને ટ્વિટર યૂઝર્સને કન્ફ્યુઝ કરી નાખ્યાં. નાસાના અંતરીક્ષયાત્રી માર્ક ટી વેન્ડેએ ટ્વિટર પર તસવીર શેર કરીને લોકોને પડકાર ફેંક્યો. તેમણે પૂછ્યું કે આ તસવીરમાં સ્પેસવોકરના પગ શોઢી કાઢો. આ કઈ સરળ કામ નહતું. પગ શોધવા માટે તમારે તસવીરને એકદદમ ઝૂમ કરવી પડે ત્યારે જોવા મળે. 

અંતરીક્ષયાત્રીએ આ તસવીર 3જી ફેબ્રુઆરીના રોજ શેર કરી હતી. જેને અત્યાર સુધીમાં 3000 લાઈક્સ અને 600થી વધુ વખત રિટ્વિટ કરાઈ છે. કોમેન્ટનું તો જાણે ઘોડાપૂર આવી ગયું. કેટલાક લોકોને તસવીરમાં પગ ન દેખાયા પરંતુ કેટલાક લોકોએ ખુબ મહેનત કરીને શોધી કાઢ્યાં.

— Mark T. Vande Hei (@Astro_Sabot) February 2, 2018

અહીં આ તસવીર અંગે કેટલાક ટ્વિટર યૂઝર્સે જે પ્રતિભાવો આપ્યાં તે રજુ કર્યાં છે. 

— Kayla Peck (@NW_Batman) February 3, 2018

— Kitchen warrior (@AKitchenWarrior) February 3, 2018

— James Kiely (@JamesKi18727456) February 3, 2018

— Cristina Bandini (@cricris76) February 3, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news