)
London Plane Crash Video: લંડનના એરપોર્ટ પર એક વિમાન દુર્ઘટના બની છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેકઓફ થવાની ગણતરીની સેકેન્ડમાં વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું અને આગનો ગોળો બની ગયું હતું. ઘટના રવિવારે સાંજે 4 કલાકે બની હોવાનું સામે આવ્યું છે. પોલીસનું કહેવું છે કે દુર્ઘટનાસ્થળ પર તમામ પ્રકારની ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ છે.
સ્થાનિક મીડિયા અનુસાર, આ અકસ્માત એસેક્સના લંડન સાઉથેન્ડ એરપોર્ટ પર સાંજે લગભગ 4 વાગ્યે થયો હતો. વિમાન ઉડાન ભરતાની સાથે જ તે અકસ્માતનો ભોગ બન્યો અને ત્યારબાદ એરપોર્ટ ઉપર ધુમાડો અને જ્વાળાઓ ઉડતી જોવા મળી. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ એક નાનું પેસેન્જર જેટ છે જે નેધરલેન્ડ જઈ રહ્યું હતું.
? BREAKING: A jet has just crashed at London Southend Airport, causing a MASSIVE fireball
No word on casuaIties
Pray for those on board! https://t.co/gOS7FSF5nS
— Nick Sortor (@nicksortor) July 13, 2025
અકસ્માત પછી પોલીસે શું કહ્યું?
એસેક્સ પોલીસે કહ્યું, 'અમને સાંજે 4 વાગ્યા પહેલા 12 મીટર લાંબા વિમાનની ટક્કરની માહિતી મળી હતી.' પોલીસે વધુમાં કહ્યું, 'અમે ઘટનાસ્થળે તમામ કટોકટી સેવાઓ સાથે કામ કરી રહ્યા છીએ અને આ કાર્ય ઘણા કલાકો સુધી ચાલુ રહેશે. અમે જનતાને અપીલ કરીએ છીએ કે આ કાર્ય ચાલુ રહે ત્યાં સુધી આ વિસ્તારથી શક્ય તેટલું દૂર રહે.'
સ્થાનિક સાંસદે ટ્વીટ કર્યું
ઘટના પછી, સાઉથેન્ડ વેસ્ટના સાંસદ ડેવિન બર્ટને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે X પર લખ્યું, 'મને સાઉથેન્ડ એરપોર્ટ પર થયેલી ઘટનાની જાણ છે. કૃપા કરીને દૂર રહો અને કટોકટી સેવાઓને તેમનું કામ કરવા દો. મારી સંવેદના બધા સંબંધિતો સાથે છે.'