ઈન્ડોનેશિયા: રમજાનમાં સૌથી મોટી મસ્જિદ પહોંચ્યા PM મોદી, પતંગ પણ ઉડાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના પ્રવાસે છે. અહીં તેમણે રાષ્ટ્રપતિ જોકો વિદોદો સાથે જકાર્તાના મર્ડેકા પેલેસમાં મુલાકાત કરી. બંને દેશોના સંયુક્ત નિવેદનમાં તેમણે આતંકવાદ પર આકરા પ્રહારો કર્યાં.

ઈન્ડોનેશિયા: રમજાનમાં સૌથી મોટી મસ્જિદ પહોંચ્યા PM મોદી, પતંગ પણ ઉડાવી

જકાર્તા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના પ્રવાસે છે. અહીં તેમણે રાષ્ટ્રપતિ જોકો વિદોદો સાથે જકાર્તાના મર્ડેકા પેલેસમાં મુલાકાત કરી. બંને દેશોના સંયુક્ત નિવેદનમાં તેમણે આતંકવાદ પર આકરા પ્રહારો કર્યાં. ત્યારબાદ બંને દેશોએ 15 MoUs પર હસ્તાક્ષર કર્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસ્લામી દેશ ઈન્ડોનેશિયામાં રમજાન મહિનામાં મસ્જિદ પણ ગયા અને તેમણે પતંગ પણ ઉડાવી હતી.

જકાર્તાના મોન્યુમેન્ટ સેન્ટરમાં પહેલા સંયુક્ત પતંગ એક્ઝિબિનશનનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રદર્શન રામાયણ અને મહાભારતની થીમ પર છે. એક્ઝિબીશનમાં પીએમ મોદી અને જોકો વિદોદોએ પ્રદર્શનનું ઉદ્ધાટન કર્યું અને ત્યારબાદ પતંગબાજીનો આનંદ લીધો. પ્રદર્શન દ્વારા ભારત-ઈન્ડોનેશિયા વચ્ચે મજબુત સાંસ્કૃતિક સંબંધો દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે. તેનું આયોજન જકાર્તાના લયાંગ-લયાંગ મ્યુઝિયમ અને અમદાવાદના કાઈટ મ્યુઝિયમે કર્યુ હતું. ઈન્ડોનેશિયન આયોજકોએ જ્યાં મહાભારતની થીમ પર પતંગ પ્રદર્શની લગાવી તો રામાયણની થીમ પર ભારતીયોએ પતંગ ડિઝાઈન કર્યા હતાં.

— ANI (@ANI) May 30, 2018

મસ્જિદ પહોંચ્યા મોદી
ઈસ્લામિક દેશ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદો સાથે પીએમ મોદી પણ મસ્જિદ ગયા હતાં. બંને નેતાઓ જકાર્તાના ઈસ્તકલાલ મસ્જિદ ગયા હતાં. આ દુનિયાની મોટી મસ્જિદોમાંથી એક છે. દક્ષિણપૂર્વ એશિયામાં જોઈએ તો તેનાથી મોટી એક પણ મસ્જિદ નથી. ઈસ્તકબાલ શબ્દનો અર્થ થાય છે આઝાદી. આ મસ્જિદ 1978માં ખુલી હતી. અત્રે જણાવવાનું કે પીએમ મોદી મંગળવારે પોતાના ત્રણ દેશોના પ્રવાસના પહેલા પડાવ ઈન્ડોનેશિયા પહોંચ્યાં. આ તેમનો પીએમ તરીકે પ્રથમ અધિકૃત ઈન્ડોનેશિયા પ્રવાસ છે. ત્યારબાદ પીએમ મોદી મલેશિયા અને સિંગાપુર જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news