)
Who Started Abusing: હાલમાં બિહારના દરભંગામાં કોંગ્રેસ અને તેમના સાથી પક્ષના એક સ્થાનિક નેતાની જાહેર સભા દરમિયાન એક વ્યક્તિએ માઈક પર પીએમ મોદીની માતા માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીને અપશબ્દો બોલ્યા હતા. જો કે, પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી છે, પરંતુ હવે આ મામલે પીએમ મોદીની પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ કહ્યું કે, 'હાલમાં જ બિહારમાં જે કંઈ પણ થયું, તેની ન તો મેં તેની કલ્પના કરી હતી અને ન તો હિન્દુસ્તાનના કોઈપણ વ્યક્તિએ એવું વિચાર્યું હશે. બિહારમાં આરજેડી-કોંગ્રેસના મંચ પરથી મારી માતાને ગાળ આપવામાં આવી. આ ફક્ત મારી માતાનું અપમાન નથી, પરંતુ દેશની માતા, બહેન, પુત્રીનું અપમાન છે.'
આ કહેતા પીએમ મોદી ભાવુક થઈ ગયા. ચાલો તમને જણાવીએ કે, આખરે કોણે દુનિયામાં ગાળો આપવાની શરૂઆત કરી હતી.
ક્યારે અને કોણે ગાળો આપવાની કરી શરૂઆત
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ગાળો આપવાની શરૂઆત ક્યારે અને કોણે કરી હશે? આજે, ગાળ બોલવી રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે, પરંતુ તેમની પાછળનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ અને ચોંકાવનારો છે. વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારો માને છે કે, ગાળો બોલવાના મૂળ હજારો વર્ષ જૂની સંસ્કૃતિઓ સુધી જાય છે. પરંતુ તે કહેવું મુશ્કેલ છે કે, કઈ વ્યક્તિ કે સમાજે ગાળો આપવાની શરૂઆત કરી હતી, કારણ કે તે કોઈ એક વ્યક્તિ દ્વારા બનાવેલ શબ્દ નથી.
વાસ્તવમાં ગાળો બોલવી એ માનવ લાગણીઓ વ્યક્ત કરવાની એક સ્વાભાવિક રીતે છે, જે એટલી જ જૂની છે, જેટલો માનવ ઇતિહાસ. જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સામાં, દુઃખી કે હતાશ હોય છે, ત્યારે તે કઠોર શબ્દોનો ઉપયોગ કરે છે.
પ્રાકૃતિક પ્રવૃત્તિ
ગાળો બોલવા એ એક પ્રાકૃતિક આદત જેવી છે. વ્યક્તિ પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે એવા શબ્દો પસંદ કરે છે, જેને સમાજ દ્વારા અસંસ્કારી અથવા અસ્વીકાર્ય માનવામાં આવે છે. આજના સમયમાં મોટાભાગની ગાળો શરીર, તેના કાર્યો અથવા ધાર્મિક માન્યતાઓ સાથે સંબંધિત હોય છે.
પ્રાચીન સંસ્કૃતિઓમાં કેવી હતી ગાળો?
ઈતિહાસના પાનાઓમાં ગાળો જેવા કઠોર શબ્દોનો પણ ઉલ્લેખ છે. પ્રાચીન સંસ્કૃતિઓમાં જેમ કે, મેસોપોટેમિયા અને ઇજિપ્તમાં વિરોધીઓનું અપમાન કરવા માટે કઠોર શબ્દોનો ઉપયોગ થતો હતો. પરંતુ આ શબ્દો આજની જેમ અપશબ્દો ન હતા, પરંતુ મોટે ભાગે શાપ અથવા ટોણા જેવા હતા.
ભારતીય સંસ્કૃતિ અને ઋગ્વેદ
ભારતમાં પણ ગાળોનો ઇતિહાસ ખૂબ જૂનો છે. વૈદિક ગ્રંથો અને ઋગ્વેદમાં વિરોધીઓનું અપમાન કરવા માટે અસુર અથવા મ્લેચ્છ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે, માનવજાતે હંમેશા અપમાન વ્યક્ત કરવા માટે આવા શબ્દોનો આશરો લીધો છે.