જાણિતા અભિનેતાએ ગર્લફ્રેંડને લગ્નનો ખોટો વાયદો કર્યો, પછી બળજબરીપૂર્વક કરાવ્યું Abortion

ગર્લફ્રેન્ડએ થોડા દિવસો પહેલાં એક ગુમનામ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે તે એક એક્ટરને ડેટ કરી રહી હતી, જેણે તેને લગ્નનો ખોટો વાયદો કર્યો અને પછી બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવ્યો. પ્રેમિકાએ ક્યારેય પણ એક્ટરનું નામ લીધુ ન હતું.

Updated By: Oct 20, 2021, 05:12 PM IST
જાણિતા અભિનેતાએ ગર્લફ્રેંડને લગ્નનો ખોટો વાયદો કર્યો, પછી બળજબરીપૂર્વક કરાવ્યું Abortion

નવી દિલ્હી: પોપુલર કોરિયન ડ્રામા  Hometown Cha Cha Cha ના એક્ટર Kim Seon-ho ને લઇને ખૂબ ચર્ચા થઇ રહી છે. એક્ટર Kim Seon-ho એ એક્સ ગર્લફ્રેન્ડના નામે માફીનામુ જાહેર કર્યું છે. તેની પાછળ મોટું કારણ છે. જોકે એક્ટરની ગર્લફ્રેન્ડએ ગંભીર આરોપ લગાવ્યો હતો. ગર્લફ્રેન્ડનું કહેવું હતું કે એક્ટરનું કહેવું હતું કે એક્ટરે લગ્નનો ખોટો વાયદો કર્યો અને પછી ગર્ભપાત કરાવવા મજબૂર કરી હતી. આ મુદ્દે  Kim Seon-ho એ માફી માંગી છે. 

Kim Seon-ho એ બળજબરીપૂર્વક પ્રેમિકાનો કરાવ્યો હતો ગર્ભપાત
Kim Seon-ho ની એક્સ ગર્લફ્રેન્ડએ થોડા દિવસો પહેલાં એક ગુમનામ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે તે એક એક્ટરને ડેટ કરી રહી હતી, જેણે તેને લગ્નનો ખોટો વાયદો કર્યો અને પછી બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવ્યો. પ્રેમિકાએ ક્યારેય પણ એક્ટરનું નામ લીધુ ન હતું, પરંતુ હવે એક્ટરની માફી બાદ સ્પષ્ટ થઇ ગયું છે તે Kim Seon-ho વિશે જ વાત કરી રહી હતી. 

Virat Kohli એ શેર કર્યો પુત્રી Vamikaની સાથે નાસ્તો કરતો ફોટો, પ્રશંસકોએ ભરપૂર પ્રેમ વરસાવ્યો

Kim Seon-ho ગર્લફ્રેન્ડ પાસે માંગી માફી
આ પોસ્ટ સામે આવ્યા બાદ ઘણા થોડી પછી Kim Seon-ho એ માફી માંગી છે. એક્ટરનું કહેવું ચેહ કે તે પોતાની ગર્લફ્રેન્ડને મળીને તેમની પાસે માફી માંગવા ઇચ્છે છે. Kim Seon-ho એ લખ્યું કે તેમણે પોતાની બેદરકારી અને સમજ્યા વિચાર્યા વિના કરેલા કામના લીધે દુખ પહોંચાડ્યું છે. કોરિયન પોપ કલ્ચર વિશે જાણકારી આપતાં વેબસાઇટ Soompi એ એક્ટરનું માફીનામું જાહેર કર્યું છે. તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે હું Kim Seon-ho છું. મેં મોડા આપેલા નિવેદન માટે માફી માંગુ છું. થોડા સમય પહેલાં મારા નામથી જે આર્ટિકલ રિલીઝ થયો હતો, તેને વાંચીને મને પહેલીવાર ડરનો અનુભવ થયો હતો. એટલા માટે હું આ લખી રહ્યો છું. હું આ સાથે અસલ ફીલિંગ્સ શેર કરું છું. તે દરમિયાન હું મારી બેદરકારી અને અવિવેકપૂર્ણ વલણથી તેને દુખ પહોંચાડ્યું. હું તેને મળીને માફી માંગવા ઇચ્છું છું. જો હું તેને યોગ્ય રીતે માફી માંગી શકતો નથી અને બસ હવે યોગ્ય સમયની રાહ જોઇ રહ્યો છું.

WhatsApp માં આવ્યું શાનદાર ફીચર, હવે ગ્રુપ કોલ મિસ કરશો તો પણ ચિંતા નથી, જાણો કેમ

Kim Seon-ho એ કો-સ્ટાર્સની પણ માંગી માફી
Kim Seon-ho  એ આગળ લખ્યું 'હવે હું તેમને આ નિવેદન દ્વારા માફી માંગી રહ્યો છું. હું તે લોકો પાસે પણ માફી રહ્યો છું, જેમણે અત્યાર સુધી મારા પર વિશ્વાસ કર્યો અને મારી સાથે ઉભા રહ્યા. તમામ સમર્થન માટે ધન્યવાદ. તમારા સપોર્ટના કારણે હું એક્ટર બની શક્યા. પરંતુ તે કિસ્સાને ભૂલી શક્યા નથી. હું મારા કો-સ્ટાર્સને પરેશાન કરવા માટે પણ માફી માંગું છું. 

Kim Seon-ho ને ભરવું પડ્યું નુકસાન
Kim Seon-ho નું આ એલાન આગળની તરફથી ફેલાઇ ગયું. સમાચાર ફેલાતાં જ Variety Show 2 Days & 1 Night એ એક્ટરને બહારનો રસ્તો બતાવ્યો છે અને કહ્યું કે તે હવે ચોથી સીઝનનો ભાગ રહેશે નહી. શોના મેકર્સએ સ્પષ્ટ કર્યું કે તે જૂની સિઝન્સમાં પણ Kim Seon-ho નો ભાગ એડિટ કરીને હટાવી દેશે. સાથે જ કહ્યું કે તે એટલા માટે કરી રહ્યા છે કે જેથી દર્શક અસહજ ન હોય.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube