પુતિન સામે મેદાનમાં ઉતરી પોર્ન સ્ટાર, જાણો તેના ચૂંટણી વાયદા
રશિયામાં પણ ચૂંટણીનો રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં ગ્લેમરનો તડકો લગાવવા માટે ફિલ્મ કલાકારોને પણ ઉતારવામાં આવતા હોય છે. પરંતુ જો ચૂંટણીમાં કોઈ પોર્ન સ્ટાર મેદાનમાં ઉતરે તો ચૂંટણીમાં ગરમાવો કેવો હશે તેની કલ્પના કરી શકો, પોર્નસ્ટારની સામે સ્પર્ધામાં રહેલા રાજકીય નેતાઓની શું સ્થિતિ હશે તેનો અંદાજો લગાવી શકાય. રશિયામાં પણ આગામી વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થનાર છે. વ્લાદિમિર પુતિન વર્તમાન રાષ્ટ્રપતિ છે અને આગામી ચૂંટણીમાં તેઓ ફરીથી દાવો રજુ કરવા જઈ રહ્યાં છે. પુતિનની સામે અન્ય પક્ષોએ પણ પડકાર ફેંકયો છે.
પરંતુ આ વખતે ગ્લેમરનો તડકો લગાવ્યો છે એલેના બર્કોવાએ. એલેના આ ચૂંટણીમાં ઊભી થનારી ચોથી મહિલા ઉમેદવાર બનવા જઈ રહી છે. એલેના બર્કોવા એક મશહૂર મોડલ છે અને પોર્ન સ્ટાર રહી ચૂકી છે. બર્કોવાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા કહ્યું છે કે તે ફિલ્મ નિર્માતા વેનસ્ટેનથી કંટાળી ગઈ છે. વેનસ્ટેન પર શારીરિક શોષણના અનેક આરોપ લાગ્યા છે.
મુર્માન્સ્ક શહેરની રહીશ 32 વર્ષની એલેના આ અગાઉ પણ ચૂંટણી લડી ચૂકી છે. 2009માં તેણે મેયર પદ માટે ચૂંટણી લડી હતી. તે વખતે રાષ્ટ્રપતિ પદ માટેની ઉમેદવારી માટે તે નાની હતી. રશિયામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ઉમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ. બર્કોવાએ 2004માં પોર્ન ફિલ્મોની દુનિયામાં ડગ માંડી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેના 7 લાખ ફોલોઅર્સ છે.
પોર્ન ફિલ્મો બાદ એલેનાએ રિયાલિટી ટીવી શો ડોમ-2માં ભાગ લીધો હતો. પરંતુ ત્યારબાદ ડ્રગ્સ રાખવાના આરોપમાં તેને ત્રણ વર્ષ જેલની સજા થઈ હતી. એલેનાએ પોતાના ચૂંટણી વાયદામાં મહિલાઓના શારીરિક શોષણને પ્રાધાન્ય આપ્યું છે.
ચૂંટણી વાયદા
40 સેન્ટીમીટરથી લાંબા સ્કર્ટ પહેરવા અપરાધ ગણાશે.
પુરુષોને તલાક આપવાનો અધિકાર નહીં, બનાવાશે અલગ કાયદો.
શારીરિક શોષણ કરનારા વ્યક્તિને કડક સજા, જાહેરમાં ફાંસી
સેક્સ એજ્યુકેશન અનિવાર્ય કરાશે, તેની પરીક્ષા પણ પાસ કરવી જરૂરી.