રાજકુમારીનું Bodyguard સાથે અફેર, મોઢું બંધ રાખવા માટે લૂંટાવી કરોડોની રકમ

જોર્ડન (Jordan)ની રાજકુમારી અને બાદમાં દુબઇના શાસક શેખની છઠ્ઠી પત્ની હયા બિન્ત હુસેન (Princess Haya bint Hussein)નો તેના બોડીગાર્ડ સાથે સંબંધ હતો. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાજકુમારી હયાએ બોડીગાર્ડની સાથે તેના સંબંધનોને છુપાવવા માટે કરોડોની રકમ લુટાવી હતી

Updated By: Nov 21, 2020, 05:36 PM IST
રાજકુમારીનું Bodyguard સાથે અફેર, મોઢું બંધ રાખવા માટે લૂંટાવી કરોડોની રકમ

લંડન: જોર્ડન (Jordan)ની રાજકુમારી અને બાદમાં દુબઇના શાસક શેખની છઠ્ઠી પત્ની હયા બિન્ત હુસેન (Princess Haya bint Hussein)નો તેના બોડીગાર્ડ સાથે સંબંધ હતો. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાજકુમારી હયાએ બોડીગાર્ડની સાથે તેના સંબંધનોને છુપાવવા માટે કરોડોની રકમ લુટાવી હતી, પરંતુ તે છુપાવી શકી નહીં અને તેને કહ્યા વગર દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ (Sheikh Mohammed bin Rashid Al Maktoum)એ તલાક આપી દીધા હતા.

આ પણ વાંચો:- World Television Day: જાણો ટીવીનો ઈતિહાસ અને તેની સાથે જોડાયેલી ખાસ વાતો

વર્ષ 2016થી 2018 સુધી અફેર, 2019માં તલાક
બ્રિટેનની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીના આધાર પર સમજવામાં આવી રહ્યું છે કે, અફેર 2016માં શરૂ થયો હતો અને ત્યારે તે બોડીગાર્ડ રાજકુમારી હયા માટે કામ કરવા લાગ્યો હતો. રિપોર્ટ અનુસાર, 46 વર્ષની રાજકુમારી હયાના બ્રિટેનના 37 વર્ષના બોડીગાર્ડ રસેલ ફ્લોવર (Bodyguard Russell Flawer) સાથે અફેર લગભગ 2 વર્ષ સુધી હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રાજકુમારી હયાએ ત્રણ અન્ય બોડીગાર્ડને પ રસેલની સાથે પોતાના સંબંધ પર ચુપ રહેવા માટે કરોડો રૂપિયા આપ્યા હતા. રાજકુમારી હયા તેના બોડીગાર્ડને ઘણી મોંધી ગિફ્ટ આપતી હતી જેમાં 12 લાખની ઘડીયાર અને 50 લાખની બંદુક જેવી વસ્તુ સામેલ હતી. જો કે, દુબઇના શાસકે રાજકુમારી હયાને કહ્યા વગર જ શરિયા કાયદા અંતર્ગત ફેબ્રુઆરી 2019માં તેને તલાક આપ્યા હતા.

આ પણ વાંચો:- Donald Trumpના પરિવાર પર કોરોનાનો કહેર, હવે આ પણ થયા સંક્રમિત

વર્ષ 2018માં દુબઇમાંથી ભાગી હતી રાજકુમારી
રાજકુમારી હયા વર્ષ 2018માં દુબઇ છોડી ભાગી ગઈ છે અને ઘણા વર્ષોથી બ્રિટનમાં રહે છે. બાળકોની કસ્ટડીને લઇ રાજકુમારી હયાએ બ્રિટનની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને હયાના પક્ષમાં નિર્ણય આવ્યો છે. રાજકુમારી હયા દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની છઠ્ઠી અને સૌથી નાની ઉંમરની પત્ની હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube