સુંદર પત્ની અને ગર્લફેન્ડને છોડી જેલર પર ફિદા થયા કેદી, આખરે છોડી દીધી નોકરી; આજે કરે છે કરોડોમાં કમાણી...

Viral News: ઘણી મહિલાઓ જેલમાં કામ કરે છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની એલિસિયા ડેવિસની કહાની બધાથી અલગ છે. પોતાના ગ્લેમરસ લુકને કારણે તે જેલમાં કેદીઓનું ધ્યાન ખેંચતી અને તેમની વચ્ચે ચર્ચામાં રહેતી હતી. આવા માહોલથી પરેશાન થઈને તેણે નોકરી છોડીને નવી કારકિર્દી શરૂ કરી.

સુંદર પત્ની અને ગર્લફેન્ડને છોડી જેલર પર ફિદા થયા કેદી, આખરે છોડી દીધી નોકરી; આજે કરે છે કરોડોમાં કમાણી...

Viral News: દુનિયાના ઘણા દેશોમાં મહિલાઓ જેલમાં કામ કરે છે. આમાંની કેટલીક મહિલાઓ તેમના કડક વલણથી કેદીઓને કાબૂમાં રાખે છે, તો તેમાંથી કેટલીક કેદીઓના પ્રેમમાં પડી જાય છે. પરંતુ અમે જે મહિલા ઓફિસરની વાત કરી રહ્યા છીએ તેની કહાની થોડી અલગ છે. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રહેતી 32 વર્ષીય એલિસિયા ડેવિસ અગાઉ જેલ ઓફિસર હતી, પરંતુ તેના આકર્ષક દેખાવ અને ગ્લેમરસ સ્ટાઇલના કારણે તે હંમેશા કેદીઓનું ધ્યાન આકર્ષિત કરતી હતી. તેણે કહ્યું કે, જેલમાં તેના આગમનથી ઘણી વાર હંગામો થતો હતો; કેદીઓ તેને પસંદ કરતા હતા અને વિવિધ રીતે તેનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરતા હતા.

કેદીઓ આપવા માંગતા હતા ભેટ!
એલિસિયાએ કહ્યું કે, કેદીઓ તેને ભેટ આપવાનો પણ પ્રયાસ કરતા હતા, પરંતુ તેણે હંમેશા ઇનકાર કર્યો. કેટલાક કેદીઓ તેમની પત્ની અને પ્રેમિકાને છોડીને તેની સાથે આવવા તૈયાર હતા. આ કારણે તેની પત્નીઓ અને ગર્લફ્રેન્ડને પણ તેની ઈર્ષ્યા થવા લાગી હતી. તેણીએ કહ્યું કે, જેલની નોકરી ખૂબ જ કડક હતી.

જ્યાં તેણીને સાદો યુનિફોર્મ પહેરવો પડતો હતો અને તેને મેક-અપ, નેઇલ પોલીશ અથવા ખુલ્લા વાળ રાખવાની મંજૂરી નહોતી. એટલે કે સુંદર દેખાવાની સ્વતંત્રતા નહોતી. આમ છતાં પણ કેદીઓ તેને સતત કોમ્પ્લિમેન્ટ આપતા રહેતા હતા અને તેની શિફ્ટ દરમિયાન વારંવાર તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરતા હતા.

ઈન્સ્ટાગ્રામ સુધી પહોંચ્યા કેદી
એલિસિયાએ જણાવ્યું કે, કેટલાક કેદીઓ મુક્ત થયા પછી તેના ઇન્સ્ટાગ્રામ પર પહોંચ્યા અને તેને મળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે ક્યારેય કોઈની સાથે અંગત સંબંધ વિકસાવ્યો નહીં. જો કે, તેને ખુશામત સાંભળીને સારું લાગ્યું, તે દરેક વખતે મને સ્પષ્ટપણે કહેતી કે, તે બરાબર નથી. હવે એલિસિયાએ તે નોકરી છોડી દીધી છે અને ફક્ત ફેન્સ પર તેના ફોટા અને વીડિયો શેર કરે છે, તે પણ ફક્ત પસંદ કરેલા વિશિષ્ટ ગ્રાહકો માટે.

આખરે ફેબ્રુઆરી 2022માં તેણે નોકરી છોડી દીધી અને OnlyFans પર કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે પહેલા તે દર વર્ષે લગભગ 46,000 પાઉન્ડ (આશરે રૂ. 52 લાખ) કમાતી હતી, હવે તે વાર્ષિક 280,000 પાઉન્ડ (આશરે રૂ. 3.16 કરોડ) કમાઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1.19 લાખથી વધુ ફોલોઅર્સ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news