મોસ્કો: કોરોના (Corona)  સંક્ટ વચ્ચે શું દુનિયાએ યુદ્ધનો પણ સામનો કરવો પડશે? આ સવાલ એટલા માટે ઊભો થયો છે કારણ કે રશિયા (Russia) ની સેનાના એક વીડિયોએ દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. જેમાં તે યુક્રેનની સરહદ તરફ આગળ વધતી જોવા મળી રહી છે. રશિયાની સેનાની બખ્તરબંધ ગાડીઓ, ટેન્ક અને અન્ય સૈન્ય સામગ્રીથી લદાયેલા વાહન યુક્રેનની સરહદ તરફ આગળ વધી રહ્યા છે. સેનાની મૂવમેન્ટ એટલી વધારે છે કે દુનિયા યુદ્ધ (War) ની આશંકાથી હચમચી ગઈ છે. ટ્રેનોને પણ સેનાના કામે લગાવવામાં આવી છે. આ મૂવમેન્ટનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયાના તેવરથી અમેરિકા ચિંતિત
રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ ખુબ વધી ગયો છે. હાલમાં જ અમેરિકા (America) થી સૈન્ય હથિયારોથી લદાયેલું એક કાર્ગો શિપ યુક્રેન પહોચ્યું. જેના પર રશિયાએ આકરી આપત્તિ જતાવી હતી. રશિયા પહેલેથી જ યુક્રેન અને અમેરિકા વચ્ચે વધતી નીકટતાથી ચીડાયેલું છે. આ બાજુ અમેરિકી અધિકારીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે કે મોસ્કોની વધતી નારાજગીથી બંને દેશો વચ્ચે યુદ્ધનું નવું જોખમ પેદા થઈ શકે છે. 


Dirty Video Viral: આ દેશના રાષ્ટ્રપતિની ગંદી હરકતનો VIDEO વાયરલ, મહિલાના પ્રાઈવેટ પાર્ટને કર્યો ટચ


Corona Vaccine લીધા બાદ પણ અનેક લોકોને થાય છે કોરોના, જાણો કેમ? 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube