)
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની મુલાકાત પહલા એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન યુક્રેનમાં શાંતિ ઈચ્છતા નથી. ઉલ્ટું તેઓ યુક્રેનના સમર્પણની માંગણી કરે છે. બીજી બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેનમાં શાંતિ ઈચ્છે છે. આ નિવેદન મેક્રોને ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીની વ્હાઈટ હાઉસમાં થનારી મહત્વની મુલાકાતની બરાબર એક દિવસ પહેલા આપ્યું.
મેક્રોનનો મોટો ખુલાસો
WIONમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ મેક્રોને 17 ઓગસ્ટ 2025ના રોજ કહ્યું કે પુતિનનો હેતુ યુક્રેને સંપૂર્ણ રીતે નતમસ્તક કરવાનો છે. શાંતિ સ્થાપવાનો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પ યુક્રેનમાં શાંતિ ઈચ્છે છે પરંતુ પુતિનની માંગણી છે કે યુક્રેન ડોનબાસ જેવા મહત્વના વિસ્તારોને છોડે. મેક્રોને ચેતવણી આપી કે જો રશિયાની સામે નબળા પડ્યા તો તે ભવિષ્યમાં વધુ મોટા ઘર્ષણને જન્મ આપી શકે છે. તેમણે કહ્યું કે, જો આપણા આજે નબળા પડ્યા તો કાલે આપણે ભારે કિંમત ચૂકવવી પડશે.
ટ્રમ્પની કોશિશો અને પુતિનની જીદ
ટ્ર્મ્પે રશિયા-યુક્રેન યુદ્ધને ખતમ કરવા માટે અનેક પગલાં ભર્યા. હાલમાં જ અલાસ્કામાં પુતિન સાથે તેમની મુલાકાત થઈ. પરંતુ કોઈ નક્કર પરિણામ નીકળ્યું નથી. ટ્રમ્પે પુતિનને 8 ઓગસ્ટ સુધી શાંતિ સ્થાપવા માટે ડેડલાઈન આપી હતી. આ સાથે જ કડક પ્રતિબંધો લગાવવાની પણ ધમકી આપી હતી. પરંતુ પુતિને સ્પષ્ટ ક ર્યું કે તે ડોનેટસ્ક, લુગાંસ્ક, ખેરસોન અને જોપોરિજ્જિયા જેવા વિસ્તારો પર કબજો ઈચ્છે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ આ માંગણીઓ ફગાવી દીધી અને કહ્યું કે તેઓ તેમની એક ઈંચ જમીન પણ છોડશે નહીં.
યુરોપનું આકરું વલણ
યુરોપીયન દશ પણ આ મામલે એકજૂથ છે. યુરોપીયન આયોગના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું કે યુક્રેનની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન થશે નહીં. યુરોપે સ્પષ્ટ કર્યું કે તેઓ રશિયાના દબાણમાં ઝૂકશે નહીં અને યુક્રેનને મજબૂત સુરક્ષાની ગેરંટી આપશે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, અને પોલેન્ડ જેવા દેશોએ પણ કહ્યું કે યુક્રેનની જમીનની અદલા બદલીનો સવાલ જ નથી.
ઝેલેન્સ્કીની પાંચ શરતો
ઝેલેન્સ્કીએ શાંતિ વાર્તા માટે પાંચ શરતો મૂકી છે.
1. રશિયાને યુક્રેનની એક ઈંચ જમીન પણ આપવામાં નહીં આવે.
2. યુક્રેનને મજબૂત સુરક્ષા ગેરંટી મળવી જોઈએ.
3. વાતચીતમાં યુક્રેનને સામેલ કરવું જરૂરી છે.
4. કોઈ પણ સમજૂતિ યુક્રેનના લોકોને ધ્યાનમાં રાખીને થાય.
5. રશિયા પર દબાણ વધારવા માટે અમેરિકા અને યુરોપે વધુ કડકાઈ વર્તવી પડશે.
હવે શું છે રસ્તો
ટ્રમ્પની કોશિશો છતાં પુતિન પોતાની શરતો પર પીછેહટ કરવા તૈયાર નથી. અલાસ્કાની બેઠકનું કોઈ પરિણામ નીકળ્યું નહીં. હવે વ્હાઈટ હાઉસમાં ઝેલેન્સ્કી-ટ્રમ્પની મુલાકાત પર બધાની નજર છે. મેક્રોને કહ્યું કે આ મુલાકાતનો હેતુ યુક્રેન, યુરોપ અને અમેરિકાને એકજૂથ કરવાનો છે. પરંતુ પુતિનની જીદ અને રશિયાની આક્રમકતા વચ્ચે શાંતિનો રસ્તો મુશ્કેલ જોવા મળી રહ્યો છે.