)
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ સંબંધોમાં તણાવ ચરમસીમાએ છે. હવે આ મામલે રશિયાએ મોટું નિવેદન આપ્યું છે. રશિયાએ બાંગ્લાદેશને કહ્યું કે તે ભારત સાથે ચાલી રહેલા તણાવને જલદી ખતમ કરે. રશિયાએ કહ્યું કે ભારત અને બાંગ્લાદેશના સારા સંબંધો સમગ્ર ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા માટે જરૂરી છે.
ઢાકામાં રશિયાના રાજદૂત એલેક્ઝાન્ડર ગ્રિગોરિયેવિચ ખોજિને કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ ઘટવો જોઈએ. તેમણે યાદ અપાવ્યું કે 1971માં બાંગ્લાદેશની આઝાદીમાં ભારતની મોટી ભૂમિકા હતી અને તે સમયે રશિયાએ પણ સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારત, બાંગલાદેશ અને રશિયાએ ખભેથી ખભો મિલાવીને કામ કર્યું છે. રશિયાના રાજદૂતે એમ પણ કહ્યું કે, હાલની સ્થિતિમાં તણાવ વધે એ યોગ્ય નથી. રશિયાના રાજદૂતે સ્પષ્ટ કર્યું કે તેમનો દેશ ભારત અને બાંગ્લાદેશના પરસ્પર મામલામાં હસ્તક્ષેપ કરતો નથી, પરંતુ તેમનું માનવું છે કે બંને દેશોએ સમજદારીથી કામ લેવું જોઈએ જેથી કરીને તણાવ વધુ વધે નહીં.
અમેરિકી સાંસદોએ કરી ટીકા
અમેરિકી સાંસદોએ બાંગ્લાદેશમાં એક હિન્દુ વ્યક્તિની ભીડ દ્વારા મારીપીટ કરીને કરાયેલી હત્યાની ઘટનાની ટીકા કરી. સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ વધતી અસ્થિરતા અને અશાંતિ વચ્ચે દીપુચંદ્ર દાસની ભીડ દ્વારા કરાયેલી હત્યાની ટીકા કરી. ઈલિનોયથી ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ કૃષ્ણમૂર્તિએ બાંગ્લાદેશી અધિકારીઓને જવાબદારી સુનિશ્ચિત કરવા, ધાર્મિક અલ્પસંખ્યકોની રક્ષા કરવા અને કાનૂનનું શાસન બહાલ કરવાનું આહ્વાન કર્યું.
Russia Urges Bangladesh To Reduce Tensions With India: 'The Sooner, The Better'
Russian Ambassador to Bangladesh Alexander Grigoryevich Khozin added that neighbouring countries should be guided by mutual trust and confidence.
📹 @sidhant pic.twitter.com/nzMoSxmDHt
— RT_India (@RT_India_news) December 22, 2025
તેમણે રવિવારે એક નિવેદનમાં કહ્યું કે બાંગ્લાદેશમાં એક હિન્દુ વ્યક્તિ દીપુ ચંદ્ર દાસની ભીડ દ્વારા કરાયેલી હત્યાથી હું સ્તબ્ધ છું. આ હિંસાનું એક એવું કૃત્ય છે જે ખતરનાક અસ્થિરતા અને અશાંતિના દોરમાં થયું છે. તેમણે કહ્યું કે અધિકારીઓએ ધરપકડની સૂચના આપી છે પરંતુ બાંગ્લાદેશ સરકારે તેની સંપૂર્ણ પારદર્શકતાથી તપાસ કરવી જોઈએ અને તમામ દોષિતોને કાનૂન હેઠળ કડક સજા કરવી જોઈએ. સરકારે હિન્દુ સમુદાયો અને અન્ય ધાર્મિક અલ્પસંખ્યકોને હિંસાથી બચાવવા માટે તત્કાળ કાર્યવાહી પણ કરવી જોઈએ. તમામ બાંગ્લાદેશીઓના હિતમાં, આ અશાંતિનો અંત થવો જોઈએ અને કાનૂનનું શાસન કાયમ થવું જોઈએ.