વોશિંગટનઃ રશિયા વિરુદ્ધ નિષ્ફળ વિદ્રોહનું નેતૃત્વ કરનાર વેગનર પ્રમુખ યેવગેની પ્રિગોઝિનનું એક વિમાન દુર્ઘટનામાં મોત થઈ ગયું છે. આ વિમાનમાં 3 ક્રૂ મેમ્બર સહિત 10 લોકો સવાર હતા. રશિયાના ઇમરજન્સી મંત્રીએ તેની પુષ્ટિ કરી છે. ફાઈનાન્શિયલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે રશિયાના અધિકારીઓએ કહ્યુ કે પ્રિગોઝિન નામનો એક વ્યક્તિ તેમાં સવાર હતો. પરંતુ તેણે આગળ તે જણાવ્યું નહીં કે તે વેગનર આર્મીના ચીફ પ્રોગિઝન છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં વેગનર આર્મી રશિયા તરફથી લડી રહી છે. પરંતુ જૂનમાં વેગનર પ્રમુખે રશિયા વિરુદ્ધ વિદ્રોહ કરી દીધો હતો. 

આ દુર્ઘટના મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ વચ્ચે થઈ છે. એસોસિએટેડ પ્રેસ અનુસાર જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તે પ્રિગોઝિનનું હતું. ખાનગી સેના વેગનરના પ્રમુખ પ્રિગોઝિને જૂન મહિનામાં રશિયન સેના વિરુદ્ધ એક નિષ્ફળ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube