)
ચીનમાં આયોજિત એસસીઓની બેઠકમાં એક બાજુ પાકિસ્તાનને જોરદાર પછડાટ મળી છે ત્યાં ભારતની મોટી કૂટનીતિક જીત થઈ છે. બેઠક પૂરી થયા બાદ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના રાષ્ટ્રાધ્યક્ષોએ ઘોષણપત્ર જાહેર કર્યું જેમાં ભારતના જમ્મુ અને કાશ્મીરમાં થયેલા પહેલગામ આતંકી હુમલાની આકરી ટીકા કરવામાં આવી છે. આ ઘટનાક્રમ પાકિસ્તાનની ફજેતી તરીકે જોવાઈ રહ્યો છે. ભારત માટે મોટી વાત એ છે કે જે મંચ પર રશિયા અને ચીન જેવા દિગ્ગજ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ હાજર હતા ત્યાં પાકિસ્તાન સામે જ પહેલગામ હુમલાની ટીકા કરતા આતંક વિરુદ્ધ લડતનો સંકલ્પ લેવાયો.
એસસીઓની બેઠક બાદ આજે તમામ સભ્ય દેશોએ સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડ્યું. તેમાં કહેવાયું કે SCO ના તમામ સભ્ય દેશો પહેલગામ હુમલામાં થયલા આતંકી હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરે છે. એમ પણ કહેવાયું કે તમામ શબ્ય દેશોની મૃતકો અને ઘાયલોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના છે. આવા આતંકી હુમલાઓના દોષિતો અને મદદગારોને ન્યાયના ઘેરામાં લાવવા જોઈએ.
SCO joint statement condemns Pahalgam, Jaffer express attacks
— Sidhant Sibal (@sidhant) September 1, 2025
SCO ભારતની આ વાતનો સ્વીકાર
SCO એ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે સભ્ય દેશ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની આકરી ટીકા કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે જે વાત ભારત લાંબા સમયથી કહેતું હતું તે પણ SCO ના આ ઘોષણાપત્રમાં છે. ભારત કહેતું હતું કે આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં બેવડા માપદંડો હોવા જોઈએ નહીં. SCO ના ઘોષણાપત્રમાં પણ આ લાઈન નોંધાઈ છે કે તમામ સભ્ય દેશ વિશ્વ સમુદાયને આતંકવાદીઓની સરહદપાર ગતિવિધિઓ સહિત આતંકવાદનો મુકાબલો કરવાનું આહ્વાન કરે છે.
આતંકવાદ વિરુદ્ધ લડતનું આહ્વાન
SCO ના સબ્ય દેશોએ ઘોષણાપત્રમાં કહ્યું કે સભ્ય દેશ આતંકવાદ, અલગાવવાદ, અને ઉગ્રવાદ વિરુદ્ધ લડાઈ લડવા માટે પ્રતિબદ્ધ છે. સભ્ય દેશોએ કહ્યું કે તેઓ આતંકવાદી અને ઉગ્રવાદી જોખમોનો મુકાબલો કરવામાં સાર્વભૌમ રાજ્યો અને તેમના સક્ષમ પ્રાધિકારીઓની ભૂમિકાને માન્યતા આપે છે.