પાકિસ્તાની સાંસદોની શરમજનક હરકત, સંસદમાં ગાળો બોલી ધક્કામુક્કી કરી

પાકિસ્તાનની સંસદમાં થયેલા હોબાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સંસદમાં સાંસદો ગાળો બોલી રહ્યાં છે. તો એકબીજાને ધક્કામુક્કી કરી રહ્યાં છે. 

Updated By: Jun 15, 2021, 10:54 PM IST
પાકિસ્તાની સાંસદોની શરમજનક હરકત, સંસદમાં ગાળો બોલી ધક્કામુક્કી કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની સંસદમાં હંગામાનો એક વીડિયો સામે આવ્યો છે. સંસદમાં સ્થિતિ ત્યારે બેકાબુ થઈ ગઈ જ્યારે બજેટ સત્ર દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો આમને-સામને આવી ગયા. એટલું જ નહીં હંગામો એટલો વધી ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. સાંસદોએ એકબીજાને ગાળો આપી હતી. વિપક્ષી સાંસદોએ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને લઈને અપશબ્દો કહ્યા અને નારેબાજી કરી હતી. 

બચાવમાં ઉતરી મહિલા સાંસદ
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં સાંસદ એકબીજાને ધક્કામુક્કી મારતા જોવા મળી રહ્યાં છે. એક સાંસદને એટલો ગુસ્સો આવ્યો કે તે ગૃહમાં ગાળો બોલવા લાદ્યા. કેટલાક મહિલા સાંસદોએ વચ્ચે આવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બબાલ ક્યા મુદ્દે શરૂ થઈ તેની જાણકારી મળી નથી. 

આ પણ વાંચોઃ વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડશે નહીં, બ્રિટિશ સ્વાસ્થ્ય નિષ્ણાંતનો દાવો

પાકિસ્તાની સંસદમાં હંગામો થવો સામાન્ય વાત
તમને જણાવી દઈએ કે આ પ્રથમવાર નથી જ્યારે પાકિસ્તાની સંસદમાં સાંસદોએ આવો હંગામો કર્યો હોય. આ પહેલા વર્ષ 2019માં પ્રધાનમંત્રી ઇમરાન ખાનની સામે સંયુક્ત અધિવેશન દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો સામસામે આવી ગયા હતા. તેમની વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. મહિલા સાંસદો સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની સંસદમાં આ તમાશાનો વીડિયો વાયરલ થયા બાદ લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 

સૌથી શરમજનક વાત એ હતી કે આ હંગામો થઈ રહ્યો હતો ત્યારે પ્રધાનમંત્રી ઇમરાન ખાન, પાકિસ્તાની નૌસેના અને વાયુસેનાના પ્રમુખ તથા જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ પણ સંસદમાં હાજર હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube