શ્રીલંકામા રાજનીતિક હોબાળો, રાનિલ વિક્રમસિંઘે બર્ખાસ્ત રાજપક્ષે નવા PM

શ્રીલંકા ફ્રીડમ પાર્ટી અને યુએનપીની ગઠબંધન સરકાર પડી ભાંગતા પેદા થયું રાજનીતિક સંકટ, મુદ્દો કોર્ટમાં જાય તેવી શક્યતા

Updated By: Oct 26, 2018, 10:25 PM IST
શ્રીલંકામા રાજનીતિક હોબાળો, રાનિલ વિક્રમસિંઘે બર્ખાસ્ત રાજપક્ષે નવા PM

કોલંબો : પાડોશી દેશ શ્રીલંકામા શુક્રવારે વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને પદ પરથી હટાવી દેવાયા બાદ મોટો રાજનીતિક હોબાળો ચાલુ થઇ ચુક્યો છે. રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરીસેનાએ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને બર્ખાસ્ત કરીને પુર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને વડાપ્રધાન પદનાં શપથ ગ્રહણ કરાવ્યા હતા. બીજી તરફ વિક્રમ સિંઘેએ પોતાની ફરજરિક્ત કરવાનું રાષ્ટ્રપતિનું પગલાને બિનકાયદેસર ગણાવ્યું અને કહ્યું કે, તેઓ આ ચુકાદા વિરુદ્ધ કોર્ટમાં જશે. 

આ ઘટનાક્રમ ત્યારે સામે આવ્યો જ્યારે સિરિસેનાની પાર્ટીએ શુક્રવારે રાનિલ વિક્રમસિંઘેના નેતૃત્વમાં રહેલી સત્તાધારી ગઠબંધન સરકારનું સમર્થન પાછુ ખેંચી લીધું. સરકારનાં એક વરિષ્ઠ મંત્રીના હવાલાથી મીડિયામાં આ માહિતી આવી હતી. 

બીજી તરફ રાજનીતિક નિષ્ણાંતોનું કહેવું છે કે, સિરિસેનાનો નિર્ણય સંવૈધાનિક સંકટ પેદા કરી શકે છે કારણ કે સંવિધાનના 19માં સંશોધન અનુસાર બહુમત મળ્યા વગર તેઓ વિક્રમસિંઘને પદ પરથી હટાવી શકે નહી. રાજપક્ષે અને સિરિસેનાની પાર્ટીની કુલ સીટો 95 છે જે બહુમતથી ઘણી દુર છે. વિક્રમસિંઘેની યૂએનપી પાસે 106 સીટ છે જે બહુમતીથી માત્ર 7 સીટ દુર છે. જો કે હજી વિક્રમસિંઘે અને તેમની પાર્ટી યૂનાઇટેડ નેશનલ પાર્ટી (યુએનપી)ની તરફથી કોઇ અધિકારીક નિવેદન સામે નથી આવ્યું. 

ગઠબંધન સરકારે હાથ પાછો ખેંચ્યો
શ્રીલંકા ફ્રીમ પાર્ટી (SLFP) અને યુએનપીની ગઠબંધન સરકાર તે સમયે સંકટમાં આવી ગઇ હતી જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેની નવી પાર્ટીએ ફેબ્રુઆરીમાં સ્થાનિક ચૂંટણીમાં જબરદસ્ત જીત પ્રાપ્ત કરી હતી. જેને સત્તાધારી ગઠબંધન માટે જનમત સંગ્રહ માનવામાં આવ્યું. ડેલી મિરરના સમાચાર અનુસાર યૂનાઇટેડ પીપલ્સ ફ્રીડમ અલાયન્સના મહાસચિવ મહિંદા અમરવીરાના હવાલાથી જણાવવામાં આવ્યું કે, તેમની પાર્ટીએ સરકાર પાસે સમર્થન પરત ખેંચ્યું. યુપીએફએ ગઠબંધન સરકારથી અલગ થઇ ચુકી છે. ગત્ત અઠવાડીયે સમાચાર આવ્યા હતા કે સિરિસેનાએ પોતાનાં વરિષ્ઠ ગઠબંધન સાથી યૂએનપી પર તેમની અને સંરક્ષણ મંત્રાલયના પૂર્વ ઉચ્ચ અધિકારી ગોતભયા રાજપક્ષેની હત્યાના કથિત કાવત્રાને ગંભીરતાથી નહી લેવાનો આરોપ લગાવ્યો. ગોતાભયા રાજપક્ષે પૂર્વ  રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેનાં ભાઇ હતા.