માર્ચ માહિનાની આ તારીખે પૃથ્વી પર પહોંચશે સુનિતા વિલિયમ્સ, નવી ક્રુ ટીમ અંતરીક્ષ પહોંચી
Sunita Williams And Butch Wilmore Return : સુનિતા વિલિયમ્સ જલદી ધરતી પર ફરશે પરત...આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું ક્રૂ-10...ક્રૂ-10ના સભ્યોએ સુનિતા વિલિયમ્સ અને બુચના જાણ્યા હાલચાલ...19 માર્ચે ધરતી પર પરત ફરે તેવી શક્યતા...
Trending Photos
Sunita Williams and Butch Wilmore : સુનિતા વિલિયમ્સની વાપસી અંગે મોટી ખબર આવી છે. લાંબા સમયથી અંતરિક્ષમાં ફસાયેલા બંને સભ્યો જલદી પૃથ્વી પર પરત ફરશે. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ક્રૂ-10 તેમને લેવા માટે અંતરિક્ષમાં પહોંચી ગયું છે. સુનિતા અને બુચ સાથે ક્રૂ-10ના સભ્યોની મુલાકાત થઈ છે. આ સભ્યોએ બન્નેના હાલચાલ જાણ્યા હતા. થોડા જ સમયમાં ડોકિંગની પ્રક્રિયા શરૂ થશે. 19 માર્ચે ધરતી પર સુનિતા અને બુચ પૃથ્વી પર આવી પહોંચશે. ગાસ સુનિતા વિલિયમ્સ માટે દેશભરમાં પ્રાર્થનાઓ થઈ રહી છે.
રવિવારે સ્પેસએક્સ ક્રૂ કેપ્સ્યુલ સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ડોક થયું છે, જેનાથી નાસાના બે ફસાયેલા ક્રૂ સભ્યો બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ, જેઓ નવ મહિનાથી વધુ સમયથી ભ્રમણકક્ષામાં ફસાયેલા છે, તેમના સ્થાને અવકાશયાત્રીઓની એક નવી ટીમ પહોંચી છે. યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન અને રશિયાનું પ્રતિનિધિત્વ કરતા ચાર નવા આગમન કરનારાઓ, વિલ્મોર અને વિલિયમ્સના માર્ગદર્શન હેઠળ સ્ટેશનની અંદર અને બહાર શીખવામાં આગામી થોડા દિવસો વિતાવશે. તેના બાદ સુનિયા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જલ્દી જ રિટર્ન થશે.
નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન 9 રોકેટનો ઉપયોગ કરીને ડ્રેગન અવકાશયાન પર ક્રૂ-10 મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ક્રૂમાં ચાર અવકાશયાત્રીઓનો સમાવેશ થાય છે, જેમાં બે અમેરિકાના અને એક જાપાન તેમજ રશિયાનો સમાવેશ થાય છે. થોડીવારમાં, ક્રૂ-૧૦ ના અવકાશયાત્રીઓ ડોકીંગ પ્રક્રિયા શરૂ કરશે.
તમને જણાવી દઈએ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના વાપસીમાં રસ ધરાવે છે. તેમણે સ્પેસએક્સના માલિક એલોન મસ્કને પણ આ જવાબદારી સોંપી છે. ટ્રમ્પે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેને સુનિતા અને બુચ વિલ્મોરને અવકાશમાં છોડી દીધા છે.
સુનિતા ગયા વર્ષે 5 જૂને અવકાશમાં ગઈ હતી
વિલ્મોર અને વિલિયમ્સ 5 જૂને બોઇંગના નવા સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં કેપ કેનાવેરલથી રવાના થયા. બંને ફક્ત એક અઠવાડિયા માટે ગયા હતા પરંતુ અવકાશયાનમાંથી હિલીયમ ગેસના લીકેજ અને ગતિ ગુમાવવાને કારણે, તેઓ લગભગ નવ મહિનાથી અવકાશ મથકમાં ફસાયેલા છે.
સુનિતા વિલિયમ્સ માટે ચાલવું મુશ્કેલ થઈ જશે
આગામી સપ્તાહે તેઓ પૃથ્વી પર પાછા ફરી શકે છે. જ્યારે તેઓ ધરતી પર પગ મૂકશે તો બની શકે કે તેઓ ચાલવાનું જ ભૂલી ગયા હોય. વિશેષજ્ઞોએ તેની પાછળ મોટું કારણ ગણાવ્યું છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર લગભગ એક વર્ષથી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ફસાયેલા છે. હવે તેઓ શુક્રવારે શરૂ થયેલા સ્પેસએક્સ બચાવ મિશન દ્વારા પાછા ફરવાના છે. આગામી સપ્તાહે જ્યારે બંને અંતરિક્ષયાત્રી પૃથ્વી પર પાછા ફરશે તો તેઓ કદાચ ચાલી શકશે નહીં. તેઓ 9 મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે