)
હાલના વર્ષોનાં સૌથી શક્તિશાળી તોફાનોમાંથી એક એવા Typhoon Ragasa એ હોંગકોંગના કાંઠાઓ પર લેમ્પપોસ્ટથી પણ ઊંચી લહેરો ઊભી કરી. તેણે દક્ષિણી ચીનના કાંઠા વિસ્તારોના જીવનને સંપૂર્ણ રીતે રોકી નાખ્યું. આ પહેલા આ તોફાને તાઈવાન અને ફિલિપાઈન્સમાં ભારે તબાહી મચાવી હતી જેના કારણે તાઈવાનમાં 14 અને ફિલિપાઈન્સમાં 3 લોકોના મોતના સમાચાર છે. ભારે વરસાદથી હુલિએન કાઉન્ટીમાં એક ઝીલના પાણી ઉછાળા મારવા લાગ્યા જેમાં એક પુલ વહી ગયો. પરંતુ શું તમે જાણો છો કે Typhoon Ragasa કે આવા તોફાનોના નામ કેવી રીતે રખાય છે.
તોફાનોના નામ કોણ નક્કી કરે
હવામાન વિજ્ઞાનમાં તોફાન અને ટાઈફૂન એક જ પ્રકારના તોફાનોના અલગ અલગ ક્ષેત્રીય નામ છે. વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન તોફાનોના નામના લિસ્ટ બનાવે છે. જેમાં સરળતાથી યાદ રહેનારા મેલ કે ફિમેલ નામ હોય છે. આવું એટલા માટે કારણ કે હવામાન વિભાગ અને મીડિયા માટે તેના વિશે જાણકારી આપવી સરળ રહે. આ સાથે જ સામાન્ય જનતાને પણ તોફાનોની ઓળખ કરવા અને તેના માટે તૈયારી કરવામાં મદદ મળે છે. Typhoon Ragasa એક ફિલિપિનો શબ્દ છે. જેનો અર્થ થાય છે અચાનક તેજ ગતિ.
ક્યારથી શરૂ કરાયુ નામકરણ?
તોફાનોને નામ આપવાની સિસ્ટમ છેલ્લા 100 વર્ષોમાં વિક્સિત થઈ. ખાસ કરીને એવા તોફાનો માટે જે પશ્ચિમી એટલાન્ટિક અને પૂર્વી પ્રશાંત મહાસાગરોમાં આવે છે. દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકામાં તોફાનોને વર્ણમાળાના અક્ષરોના આધારે રેડિયો કોડ નામોથી ઓળખાતા હતા જેમ કે એબલ, બેકર, અને ચાર્લી. 1953 બાદ અમરિકી રાષ્ટ્રીય મૌસમ તોફાનોને મહિલાઓનું નામ આપવાનું શરૂ કર્યું.
ક્યારે અપાય છે તોફાનોના નામ
કોઈ પણ તોફાનને અધિકૃત નામ ત્યારે આપવામાં આવે છે જ્યારે તેના પવનની ગતિ 63 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જાય છે. આ સિસ્ટમ લોકો વચ્ચે થનારા ભ્રમને ઘટાડે છે જેનાથી દરેક તોફાનની ઓળખ કરવી સરળ બને છે. દરેક ક્ષેત્રમાં નામોને એક 'અક્ષર ક્રમ'વાળી લિસ્ટથી લેવામાં આવે છે. જેમ કે એટલાન્ટિક ઓશનમાં આવતા તોફાનો પહેલા તોફાનનું નામ A થી, બીજાનું નામ Bથી, અને એ રીતે આગળના નામ આપવામાં આવે છે.
નામ પસંદ કરવાનો શું છે નિયમ?
જો તેમના નામ પસંદ કરવાના નિયમોની વાત કરીએ તો નામ નાના ખાસ અને સાધારણ જ રાખવામાં આવે છે. આ પ્રક્રિયામાં એવું કોઈ પણ નામ પસંદ કરાતું નથી જેનાથી કોઈની રાજનીતિક કે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે. જો કે જે નામોની શરૂઆત Q,U,X,Y,Z થી શરૂ થાય તો તેમને લિસ્ટમાં સામેલ કરાતા નથી. કારણ કે આ અક્ષર ઓછા ઉપયોગમાં લેવાય છે. જ્યારે તોફાનોના નામની યાદી ખતમ થઈ જાય તો ગ્રીક વર્ણમાળાના અક્ષરોનો ઉપયોગ કરાય છે. આવું 2005 અને 2020માં એટલાન્ટિક તોફાનના મૌસમમાં થયું હતું.