સીરિયાઃ સ્પોર્ટસ ક્લબ પર પડ્યું વિદ્રોહિયોનું રોકેટ, ફુટબોલ પ્રેક્ટિસ કરી રહેલા બાળકનું મોત

ફુટબોલ ટીમના અધ્યક્ષ અબ્બાસે જણાવ્યું, તેણે અલ ફાયદા સ્પોર્ટ કેન્દ્ર પર ગોળીબારી કરી, જેમાં બાળકનું મોત થયું અને ત્યા પ્રેક્ટિસ કરી રહેલી યૂ-15 ટીમના અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા.

 સીરિયાઃ સ્પોર્ટસ ક્લબ પર પડ્યું વિદ્રોહિયોનું રોકેટ, ફુટબોલ પ્રેક્ટિસ કરી રહેલા બાળકનું મોત

દમિશ્કઃ સીરિયામાં દમિશ્ક બહારના વિસ્તારમાં વિદ્રોહિયોની ગોળીબારીમાં ફુટબોલની ટ્રેનિંગ લઈ રહેલા એક બાળકનું મોત થયું અને અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. સરકારી મીડિયાએ જણાવ્યું કે, તમામ રાજધાની દમિશ્કમાં ફુટબોલની પ્રેક્ટિસ કરી રહ્યાં હતા. સીરિયાની સમાચાર એજન્સી 'સના'એ જણાવ્યું કે રાજધાનીના માજરા વિસ્તારમાં એક સ્પોર્ટસ ક્લબ પર આ રોકેટ પડ્યું હતું. માજરામાં જ રૂસની એમ્બેસી છે. સીરિયાઈ સેનાની ફુટબોલ ટીમના અધ્યક્ષ મોહસીન અબ્બાસે મૃત્યુ પામેલા બાળકની ઓળખ 12 વર્ષના સમીર મોહમ્મદ મસૌદના રૂપમાં કરાવી છે. 

અબ્બાસે જણાવ્યું,  'તેણે અલ ફાયદા સ્પોર્ટ કેન્દ્ર પર ગોળીબારી કરી, જેમાં બાળકનું મોત થયું અને ત્યા પ્રેક્ટિસ કરી રહેલી યૂ-15 ટીમના અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા.'' તેમણે કહ્યું કે મસૌદ એક શાનદાર યુવા ખેલાડી હતો. સનાએ જણાવ્યું કે ઈજાગ્રસ્તોની રાજધાનીની  હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

આ પહેલા સીરિયાના ઉત્તર-પશ્ચિમી પ્રાંત ઇદલિબમાં એક સ્કૂલની નજીક હવાઇ હુમલામાં 16 બાળકોના મોત થયા હતા. મોનીટરીંગ સંસ્થાએ આ જાણકારી આપી. સીરિયન ઓબ્જર્વટરી ઓફ હ્યૂમમન રાઇટ્સે જણાવ્યું, 16 બાળકો સહિત 20 નાગરીકોના મોત ઇદલિબ પ્રાંતના કફ્ર બાખિતમાં થયેલા હવાઇ હુમલામાં થયા છે. બ્રિટનની આ મોનીટરીંગ સંસ્થાના પ્રમુખ રામી અબ્દેલ રહમાને જણાવ્યું કે જેહાદી સમૂય હયાત તહરીર અલ-શામની ચોકીની નજીક આ હવાઇ હુમલો થયો હતો. આ જેહાદી સમૂહમાં અલકાયદા સાથે સંબંધિત એક પૂર્વ સંગઠનના પૂર્વ સભ્યો મોટી સંખ્યામાં સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news