Tariff On China: ખીજાયેલા ટ્રમ્પે હવે ચીન પર દાઝ કાઢી, વધુ 100% ટેરિફ ઝીંક્યો, જિનપિંગ પર લગાવ્યો આ આરોપ

Trump Tariff On China: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ચીન પર વધારાનો 100 ટકા  ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ચીની રાષ્ટ્રપતિ ઉપર વાતચીત ખતમ કરવાનો પણ આરોપ લગાવી દીધો. 

Tariff On China: ખીજાયેલા ટ્રમ્પે હવે ચીન પર દાઝ કાઢી, વધુ 100% ટેરિફ ઝીંક્યો, જિનપિંગ પર લગાવ્યો આ આરોપ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ચીન પર 100 ટકા વધારાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી નાખી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થનારી બેઠક રદ કરવાની ધમકી આપી. હાલ ચીની પ્રોડક્ટ્સ પર પહેલેથી જ 30 ટકા અમેરિકી ટેરિફ લાગી રહ્યો છે. જે ટ્ર્મ્પના ગત નિર્ણયોનો ભાગ છે. તેનાથી અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોર ફરી  ભડકી છે. 

ચીને અમેરિકા પર જે 10 ટકા બદલાનો ટેક્સ લગાવ્યો છે તેના જવાબમાં હવે ટ્રમ્પે નવું વેપાર યુદ્ધ છેડી દીધુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ચીન પર 100 ટકા વધારાનો ટેક્સ લગાવવાની જાહેરાત કરી અને કહ્યું કે તેઓ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થનારી મુલાકાત રદ પણ કરી શકે છે. આ ટેક્સ 1 નવેમ્બરથી લાગૂ થશે. ટ્રમ્પે કહ્યું કે આ પગલું ચીનની ખુબ 'આક્રમક નીતિઓ'ના જવાબમાં ઉઠાવવામાં આવ્યું છે. 

Add Zee News as a Preferred Source

1 નવેમ્બરથી લાગૂ
ટ્રમ્પે કહ્યું કે આ વધારાનો ટેક્સ અને અમેરિકા તરફથી તમામ મહત્વના સોફ્ટવેર પર એક્સપોર્ટ પ્રતિબંધો 1 નવેમ્બરથી લાગૂ થશે.  તેમણે કહ્યું કે આ પગલું ચીનના ખુબ જ આક્રમક વલણના જવાબમાં ઉઠાવવામાં આવ્યું છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે એ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે ચીન આવું પગલું ભરી શકે છે, પરંતુ તેમણે કર્યું અને હવે ઈતિહાસ પોતે બોલશે. 

કઈક અજીબ ચીજો થઈ રહી છે
ટ્રમ્પે કહ્યું કે ચીનનું આ વલણ સમજ બહાર છે. તેઓ ખુબ શત્રુતાપૂર્ણ થઈ રહ્યા છે, કઈક ખુબ અજીબ ચીજો થઈ રહી છે. તેમણે કહ્યું કે દુનિયાના અનેક દેશોએ અમેરિકા જોડે સંપર્ક કરીને ચીનની વેપારી નીતિઓ પર નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પે એ પણ આરોપ લગાવ્યો કે ચીન છળથી ઈન્તેજાર કરતું હતું જ્યારે છેલ્લા છ મહિનાથી બંને દેશોના સંબંધ ઠીક ચાલતા હતા. ખાસ કરીને ટીકટોકને અમેરિકી નિયંત્રણમાં લાવવાની કશિશો દરમિયાન. 

આ વર્ષની શરૂઆતમાં અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ થયું હતું. જેનાથી બંને દેશોની વચ્ચે વેપાર  લગભગ ઠપ્પ પડવાની સ્થિતિમાં હતો. બાદમાં બનેએ તણાવ ઓછો કરવા પર સહમતિ વ્યક્ત કરી. પરંતુ આ સમજૂતિ નબળી સાબિત થઈ. ટ્રમ્પે હાલમાં જ કહ્યું હતું કે તેઓ શી જિનપિંગ જોડે અમેરિકી ખેડૂતોના સોયાબિન વેચાણ પર વાત કરશે.કારણ કે તેમના વેપારી નિર્ણયોથી ખેડૂતોને નુકસાન થયું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news