એક આદેશથી ટ્રમ્પ પાકિસ્તાન સહિત 41 દેશોના હોશ ઉડાવી દેશે, અમેરિકામાં નહીં મૂકી શકે પગ
USA News: રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ સતત મોટા નિર્ણયો લઈ રહ્યાં છે. આ વચ્ચે તે જલ્દી વધુ એક મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણયની અસર પાકિસ્તાન પર પણ થઈ શકે છે.
Trending Photos
USA News: અમેરિકાનું વહીવટીતંત્ર જલ્દી 41 દેશો પર આકરા પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના અહેવાલ મુજબ, આંતરિક મેમોરેન્ડમમાં કારણે ડઝનબંધ દેશોના નાગરિકો પર ટ્રાવેલ પ્રતિબંધ લાદવાની શક્યતા ઉભી થઈ છે.
મેમોરેન્ડમાં 41 દેશોની એક યાદી સામેલ છે, જેને ત્રણ અલગ-અલગ સમૂહોમાં વિભાજીત કરવામાં આવ્યા છે. આ યાદીમાં પાકિસ્તાનનું પણ નામ છે, જેનાથી પાકિસ્તાની નાગરિકો માટે અમેરિકાની યાત્રા મુશ્કેલ થઈ શકે છે.
ત્રણ ગ્રુપમાં વિભાજીત કરાયા દેશો
પ્રથમ ગ્રુપમાં 10 દેશ સામેલ છે, જેમાં અફઘાનિસ્તાન, ઈરાન, સીરિયા, ક્યૂબા અને ઉત્તર કોરિયા જેવા મુખ્ય દેશો છે. આ દેશોના નાગરિકોના વીઝા પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.
બીજા સમૂહમાં પાંચ દેશ ઇરિટ્રિયા, હૈતી, લાઓસ, મ્યાનમાર અને દક્ષિણ સૂડાન સામેલ છે. આ દેશો આશિંક પ્રતિબંધનો સામનો કરશે, જેનાથી પર્યટક અને સ્ટૂડન્ટ વીઝાની સાથે અન્ય વીઝા પ્રભાવિત થશે, પરંતુ કેટલાક મામલામાં તે અપવાદ હોઈ શકે છે.
ત્રીજા સમૂહમાં 26 દેશ સામેલ છે, જેમાં બેલારૂસ, પાકિસ્તાન અને તુર્કમેનિસ્તાન જેવા દેશ સામેલ છે. આ દેશોના નાગરિકો માટે વીઝા જારી કરવા પર આંશિક પ્રતિબંધ લગાવી શકાય છે. પરંતુ આ દેશોને 60 દેશની અંદર સુરક્ષા સંબંધિત કમીઓ દૂર કરવાની તક આપવામાં આવશે.
યાદીમાં થઈ શકે છે ફેરફાર
રિપોર્ટ અનુસાર, એક અજાણ્યા અમેરિકન અધિકારીએ કહ્યું કે આ યાદીમાં ફેરફાર શક્ય છે. એટલે કે કેટલાક નવા દેશો ઉમેરી શકાય છે, જ્યારે કેટલાક દેશોને દૂર કરી શકાય છે. વહીવટી તંત્રની મંજુરી બાદ જ આખરી યાદી બહાર પાડવામાં આવશે.
જો ટ્રમ્પ વહીવટીતંત્ર વિઝા પર પ્રતિબંધ લાદશે તો તે નવી નીતિ નહીં હોય. તેમના પ્રથમ કાર્યકાળમાં, ડોનાલ્ડ ટ્રમ્પે સાત મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના નાગરિકો પર મુસાફરી પ્રતિબંધ લાદ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે 2018 માં માન્ય રાખ્યો હતો.
ટ્રમ્પે આપ્યું હતું વચન
ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ 20 જાન્યુઆરીએ એક કાર્યકારી આદેશ જાહેર કર્યો હતો, જેમાં અમેરિકામાં પ્રવેશ કરવા ઈચ્છતા વિદેશી નાગરિકોની સુરક્ષા તપાસ વધુ કડક કરવાની વાત કહેવામાં આવી હતી. આદેશ હેઠળ કેબિનેટના ઘણા સભ્યોને 21 માર્ચ સુધી તે દેશોની યાદી તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું, જેના નાગરિકોની યાત્રા પર આંશિક કે પૂર્ણ પ્રતિબંધ લગાવી શકાય. આ યાદીમાં તે દેશોને સામેલ કરવાના હતા જ્યાં તપાસ અને સ્ક્રીનિંગ પ્રક્રિયામાં ભારે ખામી જોવા મળી હતી.
આ સિવાય ઓક્ટોબર 2023માં આપેલા ભાષણમાં ટ્રમ્પે અમેરિકાની સુરક્ષા માટે ગાઝા પટ્ટી, લિબિયા, સોમાલિયા, સીરિયા, યમન અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાંથી આવતા લોકો પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે