)
Trump Putin Alaska Summit: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રુસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એ અલાસ્કામાં જોઈન્ટ બેસ એલ્મેંડોર્ફ રિચર્ડસનમાં મુલાકાત કરી હતી. આ બેઠકનો ધ્યેય યૂક્રેનમાં ચાલતા યુદ્ધને ખમત કરવાની દિશામાં વાતચીત શરુ કરવાનો હતો. પરંતુ આ હાઈપ્રોફાઈલ મુલાકાત પછી શું થયું ચાલો જાણીએ 5 સરળ પોઈન્ટની મદદથી.
ટ્રમ્પ પુતિનની મુલાકાતના 5 મહત્વના પોઈંન્ટ
1. કોઈ ડીલ નહીં, પ્રગતિનો દાવો
અલાસ્કામાં મુલાકાત પર ટ્રમ્પે કહ્યું કે યૂક્રેન યુદ્ધ પર કોઈ નક્કર સમજૂતી નથી થઈ. પરંતુ મોટી પ્રગતિનો દાવો કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી આ મુદ્દે વાત ફાઈનલ નહીં થાય ત્યાં સુધી કોઈ ડીલ નહીં. પુતિને પણ આ મુલાકાતને રચનાત્મક અને સમ્માનજનક વાતાવરણમાં થયેલી વાતચીત ગણાવી.
2. યૂક્રેનને સામેલ કરવામાં ન આવ્યું
યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિક જેલેસ્કીને આ સમિટમાં સામેલ કરવામાં ન આવ્યા, જેનાથી યૂક્રેન અને યૂરોપીય સહયોગી નારાજ છે. જેલેંસ્કીએ આ વાતને પુતિનની અંગત જીત ગણાવી અને કહ્યું કે યૂક્રેન વિના કોઈ નિર્ણય માન્ય નહીં રહે. ટ્રમ્પ એ વાયદો કર્યો છે કે તે જેલેંસ્કી અને નાટો નેતાઓને ફોન કરી બેઠકની જાણકારી આપશે.
3. મોસ્કોમાં મુલાકાતનું સુચન
પુતિન એ યૂક્રેન અને યૂરોપીય નેતાઓને ચેતવણી આપી છે કે તે ઉભરતી પ્રગતિમાં સમસ્યા ન ઊભી કરે. તેમણે હવે પછી મોસ્કોમાં મુલાકાત કરવાનો પ્રસ્તાવ રાખ્યો. જેના પર ટ્રમ્પે હળવાશમાં કહ્યું કે તે વિવાદાસ્પદ થઈ શકે છે. પરંતુ તે આ પ્રસ્તાવ પર વિચાર કરશે.
4. યૂક્રેન યુદ્ધ ખતમ કરવા પર ભાર
પુતિને કહ્યું કે યુદ્ધ ખતમ કરવા માટે સંઘર્ષનું મૂળ કારણ છે તેને દુર કરવું પડશે. તેમણે દાવો કર્યો કે જો 2022 માં ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો કદાચ યુદ્ધ શરુ જ ન થયું હોત. ટ્રમ્પે પણ કહ્યું કે તે આ યુદ્ધને રોકી શક્યા હતો. બંને નેતાઓએ યૂક્રેન સુરક્ષા સુનિશ્ચિત કરવાની વાત કરી પરંતુ કોઈ નક્કર યોજના સામે ન આવી.
5. પુતિનની ઈમેજ બુસ્ટ, ટ્રમ્પના હાથ ખાલી
સમિટમાં બે મહાશક્તિઓની મુલાકાતનું કોઈ નક્કર પરિણામ ન આવ્યું. પરંતુ પુતિને રેડ કાર્પેટ અને સૈન્ય સ્વાગત સાથે વૈશ્વિક મંચ પર પોતાની ધમક દેખાડી દીધી. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આ પુતિનની જીત રહી, જ્યારે ટ્રમ્પ કોઈપણ ડીલ વિના ખાલી હાથ પરત ફર્યા.