)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હવે ભારત સાથે સંબંધો બગાડવા મોંઘા પડી રહ્યા છે. ટ્રમ્પના ટેરિફ વોરે આખી દુનિયાના જીયો પોલિટિક્સમાં ઉથલપાથલ સર્જી છે. ટેરિફના વિરોધમાં નવા ગઠબંધન બનતા જોવા મળી રહ્યા છે જ્યારે જૂના છૂટી રહ્યા છે. આ બધા વચ્ચે જર્મનીના વિદેશ મંત્રી ભારતના પ્રવાસે છે અને તેમણે ટ્રમ્પને અરીસો દેખાડવાનું કામ કર્યું છે.
શું કહ્યું જર્મનીના વિદેશમંત્રીએ
જર્મનીના વિદેશ મંત્રી જોહાન ડેવિડ વેડફૂલનું કહેવું છે કે ભારત હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં એક મુખ્ય ભાગીદાર છે. અમારા સંબંધ રાજનીતિક, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે. અમારી રણનીતિક ભાગીદારીના વિસ્તારમાં ઘણી સંભાવનાઓ છે. તેમણે કહ્યું કે દુનિયાના સૌથી વધુ વસ્તીવાળા દેશ અને સૌથી મોટા લોકતંત્ર તરીકે ભારતનો અવાજ મહત્વનો છે. જેને રણનીતિક રીતે મહત્વપૂર્ણ હિન્દ-પ્રશાંત વિસ્તારથી અલગ પણ સાંભળવામાં આવે છે. આથી હું આજે બેંગ્લુરુ અને નવી દિલ્હીમાં વાર્તા માટે પ્રવાસ કરી રહ્યો છું. ભારત આ સદીની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. અમે લોકતંત્ર તરીકે તેમાં સ્વાભાવિક ભાગીદાર છીએ. અમે ભારે જીયો પોલિટિકલ પડકારોને જોતા નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને એક સાથે જાળવી રાખવા ઈચ્છીએ છીએ અને જાળવી રાખવું જોઈએ. અમે તેને વધુ મજબૂત કરીશું.
#Indien ist Schlüsselpartner im Indopazifik. Unsere Beziehungen sind eng - politisch, wirtschaftlich, kulturell. Der Ausbau unserer strategischen Partnerschaft hat viel Potenzial: von Sicherheitskooperation über Innovation & Technologie bis zu #Fachkräftegewinnung. 1/3 pic.twitter.com/MDieD1fa63
— Johann Wadephul (@AussenMinDE) September 1, 2025
વાત જાણે એમ છે કે વ્હાઈટ હાઉસે યુરોપીયન દેશોને અપીલ કરી હતી કે ભારત પર જે રીતે અમેરિકાએ પ્રતિબંધ લગાવેલા છે એ જ રીતે તેઓ પણ પ્રતિબંધ લાદે. જેમાં એક પ્રતિબંધ એ પણ સામેલ છે કે યુરોપ ભારતથી આવનારું બધુ ઓઈલ અને ગેસની ખરીદી રોકે. ટ્રમ્પ પ્રશાસન ઈચ્છે છે કે યુરોપ પણ ભારત પર અમેરિકાની જેમ જ સેકેન્ડરી ટેરિફ લગાવે. અમેરિકાએ ચેતવણી આપી હતી જો ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી બંધ નહીં કરે તો તેના પર કાર્યવાહી સ્વરૂપે વધુ ટેરિફ લગાવવામાં આવશે અને અમેરિકાએ વધુ 25 ટકા ટેરિફ લગાવ્યો પણ ખરો. આ સાથે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાગ્યો.
અત્રે જણાવવાનું કે આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે કે જ્યારે ભારતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફ પર આકરી આપત્તિ જતાવી છે. ભારતે પશ્ચિમી દેશોને એમ કહીને ઘેરામાં લીધા કે ચીન રશિયાનું સૌથી મોટું તેલ ખરીદાર છે અને યુરોપ પણ સતત રશિયા પાસેથી ઉર્જા ઉત્પાદન ખરીદી રહ્યું છે. પરંતુ બંનેએ ક્યારેય તે ટેરિફ ટ્રિટમેન્ટનો સામનો કરવો પડ્યો નથી જે ભારતે ઝેલવો પડ્યો છે.
#WATCH | Bengaluru, Karnataka | German Foreign Minister Johann Wadephul arrives at Bengaluru Airport pic.twitter.com/DiDtiwEgHW
— ANI (@ANI) September 1, 2025
અમેરિકાનો આરોપ છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે અને મોસ્કોને જંગ માટે ફંડિંગ કરી રહ્યું છે આ રીતે તે યુક્રેન યુદ્ધને પ્રોત્સાહન આપી રહ્યું છે. સૂત્રોએ એવો પણ દાવો કર્યો કે વ્હાઈટ હાઉસના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ માને છે કે કેટલાક યુરોપીયન નેતાઓ જાહેરમાં રાષ્ટ્રપતિ ટ્ર્પના યુક્રેન યુદ્ધના ખતમ કરવાના પ્રયત્નોનું સમર્થન કરી રહ્યા છે. પરંતુ પડદા પાછળ તેઓ અલાસ્કા શિખર સંમેલનમાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે થયેલી પ્રગતિને નબળી પાડવાની કોશિશ કરે છે.