ટ્રમ્પની ઈરાનને ચેતવણી, પ્રદર્શનકારીઓને ન મારો, અમેરિકા જોઈ રહ્યું છે, વાર્તાનો પણ રાખ્યો પ્રસ્તાવ

વોશિંગટનઃ ઈરાનમાં સરકાર વિરુદ્ધ ઉતરેલી પ્રદર્શનકારીઓ પર આક્રમકતાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે. આ સાથે ટ્રમ્પ પ્રશાસને ઈરાન સાથે કોઈપણ શરત વગર વાતચીતનો પ્રસ્તાવ રાખ્યો છે.

ટ્રમ્પની ઈરાનને ચેતવણી, પ્રદર્શનકારીઓને ન મારો, અમેરિકા જોઈ રહ્યું છે, વાર્તાનો પણ રાખ્યો પ્રસ્તાવ

વોશિંગટનઃ ઈરાનમાં સરકાર વિરુદ્ધ ઉતરેલી પ્રદર્શનકારીઓ પર આક્રમકતાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે. આ સાથે ટ્રમ્પ પ્રશાસને ઈરાન સાથે કોઈપણ શરત વગર વાતચીતનો પ્રસ્તાવ રાખ્યો છે. યૂક્રેન એરલાઇન્સના વિમાનને નિસાઇલ હુમલામાં ભૂલથી મારીને પાડવા વિરુદ્ધ ઈરાનમાં નાગરિક અયાતુલ્લાહ ખામનેઈ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. 

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ ટિપ્પણી મહત્વની છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ ઈરાન સરકારને ચેતવણી આપતા ટ્વીટ કર્યું, 'ઈરાનના નેતાઓ માટે- પોતાના દેશના પ્રદર્શનકારીઓને ન મારો.' આગળ ટ્રમ્પે લખ્યું, 'હજારો લોકોને તમે પહેલા જ મારી ચુક્યા છો અને કેદ કરી ચુક્યા છો, દુનિયા તમને જોઈ રહી છે. સૌથી મોટી વાત છે કે અમેરિકા તમને જોઈ રહ્યું છે.'

— Donald J. Trump (@realDonaldTrump) January 12, 2020

ટ્રમ્પે ઈરાનના નાગરિકો પર લાગેલા પ્રતિબંધોને પરત લેવાની ચેતવણી આપતા લખ્યું, 'તમારે ત્યાં ઈન્ટરનેટ ચાલું કરો. રિપોર્ટ્સને આઝાદી આપો. મહાન ઈરાની જનતાને મારવાનું બંધ કરો.'

ઈરાને અમેરિકા પર કર્યો વાર,  ઇરાકમાં સૈન્ય ઠેકાણા 4 રોકેટથી કર્યો હુમલો 

એટલું જ નહીં અમેરિકાના વિદેશ પ્રધાન માર્ક એસ્પરે કહ્યું કે, રાષ્ટ્રપતિ ઈરાન સાથે વિના શરત વાતચીત માટે તત્પર છે. એસ્પરે કહ્યું, 'અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ. તેના માટે કોઈપણ શરત નથી. ઈરાનની સાથે સંબંધોને સામાન્ય કરવા માટે અમે પગલા ભરવા માટે તત્પર છીએ.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news