દુનિયામાં સૌ પ્રથમ વખત આ દેશ આપશે પ્રવાસીઓને મફતમાં સિમકાર્ડ અને ડાટા સુવિધાઓ
અબુ ધાબીઃ સંયુક્ત અરબ અમીરાત(યુએઈ) પહોંચનારા પ્રવાસીઓને હવે ફ્રી ડેટા, આંતરરાષ્ટ્રીય કોલિંગ મિનિટ અને ફ્રી ટેક્સ્ટ મેસેજની સુવિધા સાથેનું સિમકાર્ડ આપવામાં આવશે. સરકારના ઓળખ અને નાગરિક્તા સંબંધિત નિગમે જાહેરાત કરતા જણાવ્યું છે કે, પ્રવાસીઓના મફતમાં મળનારું આ સિમકાર્ડ એક મહિના સુધી ચાલશે. જો પ્રવાસી પોતાના વિઝાનો સમયગાળો લંબાવશે તો આ સિમકાર્ડ પણ આપમેળે જ અપડેટ થઈ જશે.
ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, સરાકર અને ટેલીકોમનાઉ વચ્ચે થયેલા કરાર પર મંગળવારે અબુ ધાબીમાં નિગમની મુખ્ય કચેરીમાં કર્નલ ખમીસ અલ કાબી, નિગમના કાર્યકારિ નિર્દેશક અને ટેલીકોમનાઉના અધ્યક્ષ તથા સીઈઓ ચારબેલ ફવાઝ લિતાની દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ટેલીકોમનાઉના સીઈઓ ચારબેલ લિતાનીએ ગલ્ફ ન્યૂઝને આ અંગે જણાવ્યું કે, પ્રવાસીઓ દ્વારા યુએઈના આગમન પર એરપોર્ટ પર જ પ્રવાસીઓને પાસપોર્ટ કન્ટ્રોલ ઓફિસર તરફથી ગિફ્ટ તરીકે સિમકાર્ડ આપવામાં આવશે. આ સિમકાર્ડમાં ડેટા અને ટોકટાઈમ હશે, જેને તેઓ દેશમાં ગમે ત્યાં રિચાર્જ કરાવી શકશે. તેમણે જણાવ્યું કે, પ્રવાસીઓ માટે આ નવી સેવા પ્રદાતા એટિસલાત અને ડૂ રહેશે. આ સેવા સમગ્ર વર્ષ દરમિયાન એકસમાન જ રહેશે.
UNESCOની વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ થઈ ગુલાબી નગરી જયપુર
આ કાર્ડ મેળવવા માટે પ્રવાસીએ કોઈ પણ પ્રકારની માથાકૂટમાં પડવાનું નથી. તેણે કોઈ પણ પ્રકારના દસ્તાવેજ સુપરત કરવાના નથી. ઈમિગ્રેશન કર્યા પછી પ્રવાસી જેવા આ કાર્ડ પોતાના મોબાઈલમાં ઈન્સર્ટ કરશે તેમણે તેમની ઓળખ અને આગમનની તારીખ લખવાની રહેશે. આટલું લખ્યા પછી સિમકાર્ડ તરત જ એક્ટિવેટ થઈ જશે. વિશ્વમાં પ્રથમ વખત કોઈ દેશ દ્વારા પ્રવાસીઓ માટે આ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે.
જૂઓ LIVE TV....