હાફિઝ અને પાકિસ્તાનને ખુલ્લુ પાડવા UNની સ્પેશ્યલ ટીમ કરશે તપાસ

  મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ પર પાકિસ્તાનનું જૂઠ્ઠાણું ટૂંક સમયમાં જ વિશ્વની સામે આવી શકે છે. ભારત અને અમેરિકાના કડક વિરોધ છતાં હવે યુએન સિકયોરિટી કાઉન્સિલની સ્પેશિયલ ટીમ પાકિસ્તાન રવાના થશે. આ ટીમ પાકિસ્તાનના એવા દાવાઓની હકીકત જાણશે.જેમાં તેણે કહ્યું હતું કે, સઇદના તમામ સંગઠનો પર સખત પ્રતિબંધો લગાવેલા છે. આ ટીમની પાકિસ્તાન વિઝિટ એટલા માટે પણ ખાસ હશે, કે ગયા અઠવાડિયે જ પાકિસ્તાનના પીએમ શાહિદ ખકાન અબ્બાસીએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં હાફિઝ સઇદ વિરૂદ્ધ કોઇ કેસ નથી, તેથી તેના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી નહીં કરાય.

Updated By: Jan 21, 2018, 10:35 PM IST
હાફિઝ અને પાકિસ્તાનને ખુલ્લુ પાડવા UNની સ્પેશ્યલ ટીમ કરશે તપાસ

યુએન :  મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ પર પાકિસ્તાનનું જૂઠ્ઠાણું ટૂંક સમયમાં જ વિશ્વની સામે આવી શકે છે. ભારત અને અમેરિકાના કડક વિરોધ છતાં હવે યુએન સિકયોરિટી કાઉન્સિલની સ્પેશિયલ ટીમ પાકિસ્તાન રવાના થશે. આ ટીમ પાકિસ્તાનના એવા દાવાઓની હકીકત જાણશે.જેમાં તેણે કહ્યું હતું કે, સઇદના તમામ સંગઠનો પર સખત પ્રતિબંધો લગાવેલા છે. આ ટીમની પાકિસ્તાન વિઝિટ એટલા માટે પણ ખાસ હશે, કે ગયા અઠવાડિયે જ પાકિસ્તાનના પીએમ શાહિદ ખકાન અબ્બાસીએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં હાફિઝ સઇદ વિરૂદ્ધ કોઇ કેસ નથી, તેથી તેના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી નહીં કરાય.

પાકિસ્તાન સરકારે એવો દાવો કર્યો હતો કે, તેઓએ હાફિઝ સઇદના જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશનના ફંડ એકઠું કરવા અને પબ્લિક પ્રોગ્રામ પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે, તેઓના દાવાની હકીકત પર અનેક સવાલો ઉઠ્યા છે.પાકિસ્તાનના જ કેટલાંક સાંસદોએ હાફિજ સઇદને દેશ માટે જોખમ ગણાવ્યું હતું. સઇદ પર કોઇ પણ પ્રકારના નવા પ્રતિબંધો લાદવામાં નથી આવ્યા. પોતાના સંગઠનોના નામ બદલીને કામ કરી રહ્યો છે.   

- જોખમ તે સમયે વધતુ જોવા મળ્યું જ્યારે જાણકારી મળી કે પાકિસ્તાનના સ્ટોક માર્કેટમાં ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશનને રજિસ્ટર કરાવવાની કોશિશ ખુદ પાકિસ્તાન સરકાર કરી રહી છે. ત્યારબાદ ભારત અને અમેરિકાએ પાકિસ્તાન પર દબાણ વધારવાનું શરૂ કર્યુ.  

સઇદ પર 9 વર્ષથી નજર
 યુએન સિક્યોરિટી કાઉન્સિલે 2008માં હાફિઝ સઇદ વિરૂદ્ધ રિઝોલ્યુશન પાસ કર્યુ હતું. ત્યારબાદથી જ તેની ઉપર કડક વલણ રાખવામાં આવી રહ્યું છે.પાકિસ્તાનની ફોરેન મિનિસ્ટરીના એક ઓફિસરે સ્વીકાર્યુ હતું કે, યુએનની સ્પેશિયલ ટીમ 25 અને 26 જાન્યુઆરીના રોજ ઇસ્લામાબાદમાં રહેશે અને તે સઇદ સાથે જોડાયેલા મામલાઓની તપાસ કરશે.  

અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી   
શુક્રવારે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, હાફિઝ સઇદ એક આતંકવાદી છે અને તેની વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ. અમેરિકાનું આ નિવેદન પાકિસ્તાનના પીએમ દ્વારા સઇદને ક્લિનચીટ આપ્યા બાદ આવ્યું હતું. અબ્બાસીએ કહ્યું હતું કે, સઇદ વિરૂદ્ધ કાયદાકીય રીતે કોઇ કેસ દાખલ કરવામાં આવ્યો નથી. તેથી જ તેના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવે. સઇદને 9 મહિના હાઉસ અરેસ્ટ રાખ્યા બાદ ગત વર્ષે નવેમ્બર મહિનામાં મુક્ત કરવામાં આવ્યો હતો. જમાત-ઉદ-દાવનાને 2014માં આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું.