ભારત-ચીનને સબસિડી આપવાનું બંધ કરશે અમેરિકા, ટ્રમ્પે કહ્યું-'સબસિડી આપવી એ ગાંડપણ'

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારના રોજ ઉત્તર ડકોટા પ્રાંતના ફર્ગો શહેરમાં પોતાની પાર્ટીના એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યાં હતાં

ભારત-ચીનને સબસિડી આપવાનું બંધ કરશે અમેરિકા, ટ્રમ્પે કહ્યું-'સબસિડી આપવી એ ગાંડપણ'

શિકાગો: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને ચીન જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓવાળા દેશોને અપાઈ રહેલી સબસિડી રોકવાના પક્ષમાં છે. તેમણે શુક્રવારે એક કાર્યક્રમમાં આ અંગે કહ્યું કે વિકાસશીલ હોવાના નામ પર આ દેશોને સબસિડી આપવી એ ગાંડપણ છે. તેમણે કહ્યું કે તેઓ માને છે કે અમેરિકા એક વિકાસશીલ દેશ છે અને તેઓ ઈચ્છે છે કે તેમનો દેશ કોઈ પણ અન્ય દેશની સરખામણીમાં ઝડપથી આગળ વધે. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારના રોજ ઉત્તર ડકોટા પ્રાંતના ફર્ગો શહેરમાં પોતાની પાર્ટીના એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યાં હતાં. કાર્યક્રમ ફાળો ભેગો કરવા માટે હતો. તેમણે વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ની પણ આલોચના કરી. તેમના મતે આ બહુપક્ષીય વ્યાપાર સંગઠને ચીનને સભ્ય બનાવીને તેને 'દુનિયાની એક મોટી આર્થિક તાકાત' બનવાની તક આપી. 

ટ્રમ્પે કહ્યું કે 'આપણે એવા કેટલાક દેશોને સબસિડી આપી રહ્યાં છીએ કે જેઓ વિકાસશીલ ગણાય છે અને હજુ પર્યાપ્ત રીતે વિક્સિત નથી. આ બધુ ગાંડપણ છે. ભારતને જ જુઓ, ચીનને જુઓ, બીજાને જુઓ. અરે આ બધા વાસ્તવમાં વિક્સી જ રહ્યાં છે'. તેમણે કહ્યું કે "આ દેશ પોતાને વિકાસશીલ કહે છે અને આ શ્રેણીમાં હોવાના નાતે તેઓ સબસિડી મેળવે છે. આપણે તેમને ધન આપવું પડે છે. આ બધુ ગાંડપણ છે. અમે તેને બંધ  કરવા જઈ રહ્યાં છીએ. અમે તે બંધ કરી ચૂક્યા છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news