)
નવી દિલ્હીઃ અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો છે. અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં મોટા મિલિટ્રી બેઝ પર હુમલો કર્યો છે. કાકારાસમાં નેવીબેઝ પર હુમલો કરવામાં આવ્યો છે. પેન્ટાગને નેવીબેઝને નિશાન બનાવ્યું છે. શનિવારે વહેલી સવારે આશરે 2 કલાકે વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં ઓછામાં ઓછા 7 ધમાકાના અવાજ સંભળાયા છે. શહેરમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે. Sky News Arabia એ દાવો કર્યો કે વેનેઝુએલાના રક્ષામંત્રીના ઘર અને મિલિટ્રી બેઝને નિશાન બનાવવામાં આવ્યા છે.
સીએનએનની એક ટીમે શનિવારે રાત્રે વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં ઘણા ધમાકા થતાં જોયા છે. પ્રથમ ધમાકો સ્થાનીક સમયાનુસાર રાત્રે આશરે 1.50 કલાકે થયો છે. સીએનએન સંવાદદાતા ઓસમારી હર્નાડેઝે કહ્યું- એક ધમાકો એટલો જોરદાર હતો કે મારી બારી ધ્રૂજી ગઈ. ધમાકા બાદ કારાકાસના ઘણા વિસ્તારમાં લાઈટ જતી રહી છે. આ સાથે ઘણા વિમાનો ઉડતા જોવા મળ્યા છે.
અમેરિકાના હુમલા બાદ વેનેઝુએલામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોએ કહ્યુ કે આ હુમલાનો ઉદ્દેશ્ય અમારા દેશના રણનીતિક સંસાધનો, ખાસ કરી તેલ અને ખનિજો પર કબજો કરવો અને રાજનીતિક સ્વતંત્રતાને બળપૂર્વક તોડવાનો છે. તેમણે દેશમાં રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી છે. માદુરોએ તે પણ નિર્દેશ આપ્યો કે બધા નેશનલ ડિફેન્સ પ્લાનને યોગ્ય સમય અને પરિસ્થિતિમાં લાગૂ કરવામાં આવે. સાથે તેમણે દેશની બધી સામાજિક અને રાજકીય શક્તિઓને આ સામ્રાજ્યવાદી હુમલા વિરુદ્ધ એક થઈ લડવાની અપીલ કરી છે.
#BREAKING | मादुरो ने वेनेजुएला में इमरजेंसी ऐलान किया @akhileshanandd #Venezuela #USA #AirStrike #ZeeLive #ZeeNews pic.twitter.com/YkTsHS9SjY
— Zee News (@ZeeNews) January 3, 2026
લોકો પોતાના ઘરમાંથી બહાર આવ્યા
વેનેઝુએલા સરકારે આ ઘટના પર હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી. ધમાકાનો અવાજ સાંભળતા ઘણા લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. કારાકાસના અલગ-અલગ વિસ્તારમાં લોકો રસ્તા પર જોવા મળી રહ્યાં છે.
લાંબા સમયથી ચાલી રહ્યો છે US સાથે તણાવ
આ સમયે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ વધી રહ્યો છે. ટ્રમ્પ પહેલા ચેતવણી આપી ચૂક્યા છે કે વેનેઝુએલા વિરુદ્ધ જમીની હુમલા થઈ શકે છે. આ સિવાય અમેરિકાની સેનાએ કેરેબિયન સાગર અને પૂર્વી પ્રશાંત મહાસાગરમાં ઘણી બોટ પર પણ હુમલા કર્યાં છે, જેના પર ડ્રગ તસ્કરીનો આરોપ હતો. અમેરિકી સેનાની જાણકારી અનુસાર આ સમુદ્રી અભિયાનમાં અત્યાર સુધીમાં 30 હુમલામાં 107 લોકોના મોત થયા છે.
#BREAKING | अमेरिकी हमले के बाद दक्षिण वेनेजुएला अंधेरे में डूबा
-वेनेजुएला में ईरान के ड्रोन अलर्ट, वेनेजुएला के लिए जंग में उतर सकता है ईरान @akhileshanandd #Venezuela #USA #AirStrike #ZeeLive #ZeeNews pic.twitter.com/fvzaWmOx0n
— Zee News (@ZeeNews) January 3, 2026
ટ્રમ્પે જણાવ્યું હતું કે વેનેઝુએલામાં જમીની કાર્યવાહી પણ થઈ શકે છે, જેથી માદુરો પર સત્તા છોડવા માટે દબાવ બનાવી શકાય અને તે માટે કડક પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યા છે.