ભારતમાં iPhone ન બનાવો...ટ્રમ્પનું ઈન્ડિયા પર મોટું નિવેદન, જાણો ટીમ કૂકને આવું કેમ કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલ ભારતમાં મેન્યુફેક્ચરિંગ વધારે તેના પક્ષમાં નથી. ટ્રમ્પે કહ્યું કે તેઓ હવે સમગ્ર ભારતમાં નિર્માણ કરે છે. મે તેમને કહ્યું કે હું નથી ઈચ્છતો કે તમે ભારતમાં નિર્માણ કરો. 

ભારતમાં iPhone ન બનાવો...ટ્રમ્પનું ઈન્ડિયા પર મોટું નિવેદન, જાણો ટીમ કૂકને આવું કેમ કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચોખ્ખુ કહી દીધુ છે કે તેઓ ટેક દિગ્ગજ એપલને ભારતમાં મેન્યુફેક્ચરિંગ વધારવાના પક્ષમાં નથી. હાલમાં જ એપલના સીઈઓ ટીમ કૂક સાથે વાતચીતમાં ટ્ર્મ્પે આ નારાજગી વ્યક્ત કરી છે કે એપલ ભારતમાં ઝડપથી પોતાનું પ્રોડક્શન યુનિટ ઊભું કરી રહ્યું છે. નોંધનીય છે કે માર્ચ 2024માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં એપલે ભારતમાં 22 અબજ ડોલરની iPhone મેન્યુફેક્ચરિંગ કર્યું જે ગત વર્ષની સરખામણીમાં લગભગ 60%નો વધારો છે. 

ચીનથી ભારત શિફ્ટ થઈ રહ્યું છે મેન્યુફેક્ચરિંગ
એપલ છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના મેન્યુફેક્ચરિંગને ચીનથી હટાવીને ભારતમાં લાવી રહ્યું છે. તેની પાછળનું મુખ્ય કારણ છે કોવિડ 19 દરમિયાન ચીનમાં લાગેલા કડક પ્રતિબંધો. જેનાથી એપલની સપ્લાય ચેન ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. આ ઉપરાંત ટ્ર્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ અને અમેરિકા ચીન વચ્ચે વધતી કૂટનીતિક ખેંચતાણે પણ કંપનીને વિકલ્પ શોધવા માટે મજબૂર કરી. 

કતાર પ્રવાસમાં કહી આ વાત
ટ્રમ્પે હાલમાં જ કતાર પ્રવાસ દરમિાયન એક કાર્યક્રમમાં કહ્યું કે તેમની ટીમ કૂક સાથે ભારતમાં થઈ રહેલા નિર્માણ વશે વાતચીત થઈ છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓ (ટીમ કૂક) હવે ભારતમાં નિર્માણ કરે છે. મે તેમને કહ્યું કે હું નથી ઈચ્છતો કે તમે ભારતમાં નિર્માણ કરો. ટ્રમ્પનું કહેવું છે કે આ વાતચીત બાદ એપલ હવે અમેરિકામાં પોતાનું મેન્યુફેક્ચરિંગ વધારશે. 

ટ્રમ્પના આ નિવેદન બાદ એપલની એ રણનીતિ પર સવાલ ઉઠવા લાગ્યા છે જે હેઠળ કંપની 2024ના અંત સુધીમાં અમેરિકામાં વેચાનારા મોટાભાગના આઈફોન્સને ભારતમાં મેન્યુફેક્ચર કરવા માંગે છે. Apple નો લક્ષ્યાંક હતો કે ચીન પર નિર્ભરતા ઘટાડીને ભારતને પ્રમુખ નિર્માણ કેન્દ્ર બનાવવામાં આવે. 

દક્ષિણ ભારતમાં પૂરપાટ ઝડપે ચાલે છે કામ
હાલ એપલનું મોટાભાગનું મેન્યુફેક્ચરિંગ ચીનમાં થાય છે. જ્યારે અમેરિકામાં કોઈ નિર્માણ સુવિધા નથી. ભારતમાં એપલનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ પાર્ટનર છે Foxconn Technology Group, જેની ફેક્ટરી સાઉથ ઈન્ડિયામાં છે. આ ઉપરાંત ટાટા ગ્રુપ પણ મોટું યોગદાન આપે છે, જેણે Wistron નું ભારતીય યુનિટ ખરીદ્યું છે અને Pegatron સાથે મળીને કામ કરી રહ્યા છે. બંને કંપનીઓ ભારતમાં પોતાના યુનિટ્સનો વિસ્તાર કરી રહ્યા છે. 

ટ્રમ્પના લેટેસ્ટ નિવેદનથી એપલની ભારતની રણનીતિ પર અસર પડી શકે છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે કંપની ચીનથી હટીને ભારતમાં નવું ભવિષ્ય બનાવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ટીમ કૂકના નેતૃત્વમાં એપલ પોતાની રણનીતિમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news