અમેરિકાના હ્યુસ્ટનમાં PM મોદીના મેગા શો 'Howdy Modi'માં ડોનાલ્ડ ટ્રમ્પ પણ થશે સામેલ 

અમેરિકાના હ્યુસ્ટન(Houston) શહેરમાં 22 સપ્ટેમ્બરના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી Howdy Modi કાર્યક્રમને સંબોધી રહ્યાં હશે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) પણ તેમની સાથે હાજર રહેશે. વ્હાઈટ હાઉસ (White House)એ રવિવારે મોડી રાતે આ વાતને સત્તાવાર સમર્થન આપ્યું. 

Viral Raval Viral Raval | Updated: Sep 16, 2019, 08:37 AM IST
અમેરિકાના હ્યુસ્ટનમાં PM મોદીના મેગા શો 'Howdy Modi'માં ડોનાલ્ડ ટ્રમ્પ પણ થશે સામેલ 

વોશિંગ્ટન: અમેરિકાના હ્યુસ્ટન(Houston) શહેરમાં 22 સપ્ટેમ્બરના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી Howdy Modi કાર્યક્રમને સંબોધી રહ્યાં હશે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) પણ તેમની સાથે હાજર રહેશે. વ્હાઈટ હાઉસ (White House)એ રવિવારે મોડી રાતે આ વાતને સત્તાવાર સમર્થન આપ્યું. આ કાર્યક્રમ ઐતિહાસિક રહેશે કારણ કે ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે જ્યારે ભારતીય સમુદાયના 50 હજારથી વધુ લોકોને દુનિયાના બે સૌથી મોટા લોકશાહી દેશોના નેતાઓ એક સાથે સંબોધિત કરશે. આ બાજુ મોદી અને ટ્રમ્પની આ જુગલબંધી  પાડોશી દેશ પાકિસ્તાન માટે કોઈ આંચકાથી કમ નહીં હોય. જે કાશ્મીરને લઈને અમેરિકી રાષ્ટ્રપતિને સતત મધ્યસ્થતા કરવા માટે વિનંતી કરી રહ્યું છે. 

અમેરિકાના હ્યુસ્ટનમાં થશે પીએમ મોદીનો મેગા શો 'Howdy Modi', ટ્રમ્પ પણ થઈ શકે છે સામેલ

હ્યુસ્ટનનાં એનઆરજી સ્ટેડિયમમાં થનારી આ મેગા ઈવેન્ટમાં 50 હજારથી વધુ ઈન્ડો-અમેરિકન લોકો આવે તેવી શક્યતા છે. આટલા રજિસ્ટ્રેશન અત્યાર સુધી થઈ ગયા છે. આ અંગે વ્હાઈટ હાઉસના મીડિયા સચિવ સ્ટેફિનીએ નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે મોદી અને ટ્રમ્પની આ જોઈન્ટ રેલી ભારત અને અમેરિકાના સંબંધોને મજબુત કરવા માટે મહત્વની હશે. વ્હાઈટ હાઉસે જણાવ્યું કે પીએમ ઓફિસ તરફથી આ અંગે આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

અમેરિકામાં પીએમ મોદીની આ ત્રીજી મોટી ઈવેન્ટ
2014માં પીએમ બન્યા બાદ હ્યુસ્ટન ઈવેન્ટ એનઆરઆઈઓને સંબોધન કરવાની પીએમ મોદીની ત્રીજી મોટી ઈવેન્ટ હશે. મેમાં ફરીથી ચૂંટાઈ આવ્યાં બાદ અમેરિકામાં આ પ્રકારની પીએમ મોદીની આ  પહેલી રેલી છે. આ અગાઉ 2014માં ન્યૂયોર્કના મેડિસિન સ્ક્વેરમાં બે કાર્યક્રમ આયોજિત કરાયા હતાં જ્યારે 2016માં સિલિકોન વેલીમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. બંને ઈવેન્ટમાં 20 હજારથી વધુ લોકો સામેલ થયા હતાં. 

આવું પહેલીવાર બનશે જ્યારે યુએસમાં કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ એક સાથે હજારો ઈન્ડો અમેરિકન નાગરિકોને સંબોધન કરશે. અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષ વર્ધને આ ઈવેન્ટને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવી. અત્રે જણાવવાનું કે હાઉડી શબ્દ અંગ્રેજીના હાઉ ડુ યુ ડુનું શોર્ટ ફોર્મ છે. સાઉથ વેસ્ટ યુએસમાં આ શબ્દ ખુબ પ્રચલિત છે. 

નિમંત્રણ મળતા જ ટ્રમ્પે હા પાડી દીધી
ટ્રમ્પ અને મોદી વચ્ચે ગજબની કેમિસ્ટ્રી છે. અધિકારીઓ જણાવે છે કે નિમંત્રણ મળતા જ ટ્રમ્પે આ અંગે હા પાડી હતી. બંને વચ્ચે આ વર્ષે આ ત્રીજી મીટિંગ હશે. મોદી અને ટ્રમ્પ ગત મહિને જ ફ્રાન્સમાં જી-7 સમિટ વખતે મળ્યા હતાં. ભારત જી-7નો ભાગ નથી પરંતુ મોદીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોને વિશેષ અતિથિ તરીકે બોલાવ્યાં હતાં. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...