US president election 2020: જોવા મળ્યો ભારતનો દબદબો, ટ્રમ્પના પ્રચાર VIDEOમાં PM મોદી 

અમેરિકા (America) માં 20 લાખથી વધુ અત્યંત પ્રભાવશાળી ભારતીય મૂળના અમેરિકીઓને પોતાના પક્ષમાં કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના ચૂંટણી પ્રચારને સંભાળી રહેલી ટીમે વીડિયો સ્વરૂપે પોતાનો પહેલો પ્રચાર વીડિયો બહાર પાડી છે. આ પ્રચાર વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના ભાષણો અને ટ્રમ્પના અમદાવાદના ઐતિહાસિક સંબોધનના સંક્ષિપ્ત ક્લિપ સામેલ છે. અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે જેને લઈને હવે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. 
US president election 2020: જોવા મળ્યો ભારતનો દબદબો, ટ્રમ્પના પ્રચાર VIDEOમાં PM મોદી 

વોશિંગ્ટન: અમેરિકા (America) માં 20 લાખથી વધુ અત્યંત પ્રભાવશાળી ભારતીય મૂળના અમેરિકીઓને પોતાના પક્ષમાં કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના ચૂંટણી પ્રચારને સંભાળી રહેલી ટીમે વીડિયો સ્વરૂપે પોતાનો પહેલો પ્રચાર વીડિયો બહાર પાડી છે. આ પ્રચાર વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના ભાષણો અને ટ્રમ્પના અમદાવાદના ઐતિહાસિક સંબોધનના સંક્ષિપ્ત ક્લિપ સામેલ છે. અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે જેને લઈને હવે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. 

આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  ભારત પ્રવાસે આવ્યાં હતાં. અહીં અમદાવાદમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભારે ભ ભીડને સંબોધિત કરી હતી. ટ્રમ્પની સાથે તેમના પત્ની મેલાનિયા, પુત્રી ઈવાન્કા, જમાઈ જેરેડ કુશનર અને તેમના પ્રશાસનિક અધિકારીઓ પણ ભારત પ્રવાસે આવ્યાં હતાં. ટ્રમ્પ વિક્ટ્રી ફાઈનાન્સ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કિમ્બલી ગુઈલફોયલે એક ટ્વિટમાં વીડિયો શેર કરતા કહ્યું કે અમેરિકાના ભારત સાથે ખુબ સારા સંબંધ છે અને અમારા અભિયાનને ભારતીય-અમેરિકનોનું ખુબ સમર્થન પ્રાપ્ત છે. 

પ્રચાર અભિયાનનું નેતૃત્વ કરી રહેલા રાષ્ટ્રપતિના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર ભારતીય-અમેરિકી સમુદાયની સાથે ખુબ સારી રીતે જોડાયેલા છે. તેમણે તેને રિટ્વિટ પણ કર્યો છે. આ પ્રચાર વીડિયો બહુ જલદી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. 'ફોર મોર યર્સ' નામના મથાળાવાળો આ 107 સેકન્ડનો વીડિયો મોદી અને ટ્રમ્પના ફૂટેજ સાથે શરૂ થાય છે જેમાં બંને ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં હાથમાં હાથ નાખીને ચાલતા હતાં. 

તે સમયે દુનિયાના બે સૌથી મોટા લોકશાહી દેશોના નેતાઓઓએ 50 હજારથી વધુ લોકોની ભારતીય અમેરિકનની ભીડને સંબોધિત કરી હતી. અમેરિકામાં પોતાના હજારો સમર્થકો વચ્ચે મોદીએ તે ભાષણમાં ટ્રમ્પના ખુબ વખાણ કર્યા હતાં. 'ટ્રમ્પ વિક્ટ્રી ઈન્ડિયન અમેરિકન ફાઈનાન્સ સમિટી'ના સહ અધ્યક્ષ અલ મેસને આ વીડિયોની રૂપરેખા નક્કી કરી  છે. મોદી ભારતીય અમેરિકનોમાં ખુબ લોકપ્રિય છે. 

તેમની આ સ્ટાર અપીલે દર વખતે રેકોર્ડ ભીડને આકર્ષિત કરી છે. 2015માં મેડિસિન સ્વેર ગાર્ડનમાં અને તેના બે વર્ષ બાદ સિલિકોન વેલીમાં તેમનું સંબોધન ઐતિહાસિક રહ્યું હતું. જેમાં ખુબ લોકો ભેગા થયા હતાં. ગત વર્ષે સપ્ટેમ્બરમાં હ્યુસ્ટનમાં તેમના હાઉડી મોદી સંબોધનમાં રેકોર્ડ 50000 લોકોએ ભાગ લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news