અમેરિકા શીત યુદ્ધ ઈચ્છતું નથી, ચીનનો ઉલ્લેખ કરી UNGA માં બોલ્યા જો બાઇડેન

ચીન સાથે વધતા તણાવ વચ્ચે જો બાઈડેને સંયુક્ત રાષ્ટ્રથી કહ્યુ કે અમેરિકા નવું શીત યુદ્ધ શરૂ કરવા ઈચ્છતું નથી. 

Updated By: Sep 21, 2021, 09:12 PM IST
અમેરિકા શીત યુદ્ધ ઈચ્છતું નથી, ચીનનો ઉલ્લેખ કરી UNGA માં બોલ્યા જો બાઇડેન

ન્યૂયોર્કઃ Joe Biden UNGA Address: સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા (UNGA) ને સંબોધિત કરતા ન્યૂયોર્કમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યુ કે, સૈન્ય શક્તિ આપણા અંતિમ ઉપાયનું સાધન હોવું જોઈએ ન કે પહેલી. તેમણે કહ્યું કે, હથિયારોથી કોવિડ-19 મહામારી કે તેના ભવિષ્યના વેરિએન્ટથી બચાવ ન કરી શકાય, પરંતુ તે વિજ્ઞાન અને રાજનીતિની સામૂહિક ઈચ્છાશક્તિથી સંભવ છે. 

20 વર્ષ પહેલાનું અમેરિકા નહીં
રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યુ કે, આજે અમેરિકા 20 વર્ષ પહેલા થયેલા 9/11 હુમલાવાળો દેશ નથી. તેમણે કહ્યું કે, અમે આજે સારી રીતે સજ્જ છીએ, પ્રોપગેન્ડાનો મુકાબલો કરતા. યુએનજીએમાં અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ કે, અમે આતંકવાદના ખતરનાક ડંખને જાણીએ છીએ. પાછલા મહિને કાબુલમાં એરપોર્ટ પર થયેલા આતંકી હુમલામાં 13 અમેરિકી જવાન ગુમાવ્યા અને અનેક અફઘાનિસ્તાનના લોકોના મોત થયા હતા. 

અમેરિકા શીત યુદ્ધ ઈચ્છતું નથીઅમેરિકા શીત યુદ્ધ ઈચ્છતું નથી
ચીન સાથે વધતા તણાવ વચ્ચે જો બાઈડેને સંયુક્ત રાષ્ટ્રથી કહ્યુ કે અમેરિકા નવું શીત યુદ્ધ શરૂ કરવા ઈચ્છતું નથી. જ્યાં દુનિયાનું વિભાજન થાય. અમેરિકા કોઈપણ દેશની સાથે કામ કરવા તૈયાર છે, જે શાંતિપૂર્ણ સંકલ્પોનું અનુસરણ કરે છે. કારણ કે આપણે બધાએ પોતાની નિષ્ફળતાનું પરિણામ ભોગવવું પડ્યું છે. 

તેમણે કહ્યું કે જે લોકો અમારી વિરુદ્ધ આતંકવાદનું કૃત્ય કરે છે, તે સંયુક્ત રાજ્ય અમેરિકાને પોતાનો સૌથી મોટો દુશ્મન ગણશે. બાઇડેને કહ્યુ કે, અમેરિકા આતંકવાદ  વિરુદ્ધ પોતાની અને પોતાના સહયોગીઓની રક્ષા કરતું રહેશે. 

બાઇડેને આગળ કહ્યુ- આજે આપણે આતંકવાદના ખતરા સામે ઉભા છીએ. અમે અફઘાનિસ્તાનમાં 20 વર્ષના સંઘર્ષને ખતમ કરી દીધો છે. જેમ અમે આ યુદ્ધને બંધ કરી રહ્યાં છીએ, અમે કૂટનીતિના દરવાજા ખોલી રહ્યાં છીએ. 

પોતાના સંબોધન દરમિયાન તેમણે ભારતનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, અમે સ્વાસ્થ્ય સુરક્ષા, જળવાયુ પરિવર્તન, ઉભરતી ટેક્નોલોજીના પડકારોનો સામનો કરવા માટે ક્વાડની ભાગીદારી વધારી છે. તેમણે કહ્યું કે, અમેરિકા કોઈપણ રાષ્ટ્ર સાથે કામ કરવા તૈયાર છે જે શાંતિપૂર્ણ પ્રસ્તાવોનું અનુસરણ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube