US President જો બાઈડેને કહ્યું,- 'ભારતની UNSC માં સ્થાયી સીટ હોવી જોઈએ'- MEA

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠક પર બોલતા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે બંને પક્ષોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદનો મુકાબલો કરવાના મહત્વને રેખાંકિત કર્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી અને બાઈડેન વચ્ચે બેઠકમાં પાકિસ્તાનનું પણ નામ આવ્યું અને આતંકીઓને સંરક્ષણ આપવા પર નિશાન પણ સાધવામાં આવ્યું.

Updated By: Sep 25, 2021, 11:04 AM IST
US President જો બાઈડેને કહ્યું,- 'ભારતની UNSC માં સ્થાયી સીટ હોવી જોઈએ'- MEA

વોશિંગ્ટન: અમેરિકી પ્રવાસ પર ગયેલા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત  કરી અને તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ દ્વારા પાકિસ્તાનમાં આતંકી સમૂહોની હાજરીનો સ્વીકાર કર્યાના એક દિવસ બાદ ભારત અને અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા પર ચિંતા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠક પર બોલતા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે બંને પક્ષોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદનો મુકાબલો કરવાના મહત્વને રેખાંકિત કર્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી અને બાઈડેન વચ્ચે બેઠકમાં પાકિસ્તાનનું પણ નામ આવ્યું અને આતંકીઓને સંરક્ષણ આપવા પર નિશાન પણ સાધવામાં આવ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય શિખર બેઠક તથા હિન્દ પ્રશાંત ક્ષેત્રને લઈને સ્થાપિત કવાડની શિખર બેઠકમાં અફઘાનિસ્તાનની સ્થિતિ, કટ્ટરવાદ અને આતંકવાદ તથા પાકિસ્તાનની ભૂમિકાને લઈને ગંભીરતાથી વિચાર વિમર્શ કરવામાં આવ્યો. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ વોશિંગ્ટનમાં પત્રકારોને જણાવ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ પણ સ્વીકાર્યું કે અફઘાનિસ્તાનમાં વર્તમાન સરકાર સમાવેશી નથી. અલ્પસંખ્યકો અને મહિલાઓની ભાગીદારી પણ નથી. માનવાધિકારો સંલગ્ન મુદ્દા છે. આથી આ વાસ્તવમાં લોકતંત્ર માની શકાય નહીં.

UNSC માં ભારતની સ્થાયી સીટ હોવી જોઈએ-અમેરિકી રાષ્ટ્રપતિ
ક્વાડ બેઠક બાદ વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ મીડિયાને આપેલી વિસ્તૃત માહિતીમાં જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સીટ હોવી જોઈએ. તેમણે કહ્યું કે UNSC માં ભારતની અધ્યક્ષતા ખાસ કરીને અફઘાનિસ્તાન મુદ્દે ભારતની કામગારીની પ્રશંસા કરી. બાઈડેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સીટ હોવી જોઈએ. 

તાલિબાન પર થઈ આ વાત
શ્રૃંગલાએ કહ્યું કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બાઈડેને તાલિબાન સાથે એ સુનિશ્ચિત કરવાનું આહ્વાન કર્યું કે અફઘાન ક્ષેત્રનો ઉપયોગ કોઈ પણ આતંકવાદી સમૂહોને શરણ આપવા કે તાલિમ આપવા કે પછી કોઈ દેશને ધમકી આપવા અને હુમલો કરવા માટે થવો ન જોઈએ. તેમણે કહ્યું કે બંને પક્ષોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદનો મુકાબલો કરવાના મહત્વને રેખાંકિત કર્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાનની ભૂમિકાને લઈને પણ ક્વાડ દેશોમાં એક મત હતો કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન પોતાને જે રીતે રજુ કરી રહ્યું છે તેને ખુબ સાવધાનીથી જોવાની જરૂર છે. તેમણે કહ્યું કે ક્વાડની બેઠકમાં અફઘાનિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 2593 ને લાગુ કરવા ઉપર પણ ચર્ચા થઈ. જેમાં કહેવાયું છે કે અફઘાનિસ્તાનની ધરતથી કોઈ અન્ય દેશ પર હુમલો કરવા કે તેનું ષડયંત્ર રચવાની મંજૂરી ન આપવાની વાત કરાઈ છે. 

વિદેશ સચિવના જણાવ્યાં મુજબ બીજો મહત્વપૂર્ણ મુદ્દો કોવિડની રસીને લઈને હતો. ક્વાડની ભલામણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત જ્હોન્સન એન્ડ જ્હોન્સનના 80 લાખ ડોઝ ભારતમાં બનાવશે અને તે આગામી મહિના સુધીમાં તૈયાર થઈ જશે. તથા તેની નિકાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે બંને બેઠકોમાં ભારતની રસી પહેલ અને નિકાસ ખોલવાની જાહેરાત ખુબ બિરદાવવામાં આવી. ભારતીય રસી ગુણવત્તાપૂર્ણ હોવાની સાથે સાથે સસ્તી છે. 

પાકિસ્તાનનું નામ આવ્યું સામે
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક પર બોલતા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે બંને પક્ષોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદનો મુકાબલો કરવાના મહત્વને રેખાંકિત કર્યું. પીએમ મોદી અને બાઈડેન વચ્ચે બેઠકમાં પાકિસ્તાનનું નામ પણ આવ્યું અને આતંકીઓને સંરક્ષણ આપવા બદલ નિશાન પણ સાધવામાં આવ્યું. 

ક્વાડ બેઠક બાદ પીએમ મોદી ન્યૂયોર્ક પહોંચ્યા
વોશિંગ્ટનમાં ક્વાડ બેઠકમાં સામેલ થયા બાદ પીએમ મોદી ન્યૂયોર્ક રવાના થયા. અહીં તેઓ UNGA માં ભાષણ આપશે. 

પીએમ મોદીએ બાઈડેનનો આભાર માન્યો
પીએમ મોદીએ કહ્યું કે પહેલી ફિઝિકલ ક્વાડ સમિત ઐતિહાસિક પહેલ માટે રાષ્ટ્રપતિ જો બાઈડેનનો ખુબ ખુબ આભાર, આપણે 2004 ની સુનામી બાદ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની મદદ માટે એક સાથે આવ્યા હતા. આજે જ્યારે વિશ્વ કોવિડ મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે આપણે એકવાર ફરીથી ક્વાડના સ્વરૂપમાં એક સાથે મળીને માનવતાના હિતમાં લાગ્યા છીએ. 

ક્વાડ રસી ઈનિશિએટિવની કરી પ્રશંસા
તેમણે એમ પણ કહ્યું કે આપણું ક્વાડ રસી ઈનિશિએટિવ ઈન્ડો-પેસિફિક દેશોની મોટી મદદ કરશે. પોતાના જોઈન્ટ લોકતાંત્રિક મૂલ્યોના આધારે ક્વાડે પોઝિટિવ સોચ, પોઝિટિવ એપ્રોચ સાથે આગળ વધવાનો નિર્ણય લીધો છે. સપ્લાય ચેન હોય કે વૈશ્વિક સુરક્ષા, ક્લાઈમેટ ચેન્જ હોય કે પછી કોવિડ રિસ્પોન્સ કે ટેક્નોલોજીમાં સહયોગ, આ બધા વિષયો પર મને મારા સાથીઓ સાથે ચર્ચા કરવામાં ખુશી થશે. 

માનવતાના હિતમાં કામ કરશે ક્વાડ
પીએમ મોદીએ કહ્યું કે વિશ્વ કોવિડ મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે આપણે એકવાર ફરીથી ક્વાડ સ્વરૂપમાં એક સાથે મળીને માનવતાના હિતમાં ભેગા થયા છીએ. આપણું ક્વાડ રસી ઈનિશિએટિવ ઈન્ડો-પેસિફિક દેશોને મોટી મદદ કરશે. આપણું ક્વાડ એક પ્રકારે ફોર્સ ફોર ગ્લોબલ ગુડની ભૂમિકામાં કામ કરશે. 

ક્વાડ દેશો માટે નવી ફેલોશિપ લોન્ચ
ક્વાડ મિટિંગને સંબોધતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે વૈશ્વિક આપૂર્તિને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં રસીની વધારાની 1 બિલિયન ડોઝનું ઉત્પાદન કરવાની અમારી પહેલ ટ્રેક પર છે. આજે અમે પ્રત્યેક ક્વાડ દેશમાં વિદ્યાર્થીઓ માટે નવી ક્વાડ ફેલોશિપ લોન્ચ કરી રહ્યા છીએ જેથી કરીને તેઓ યુએસમાં લીડિંગ સ્ટેમ પ્રોગ્રામમાં એડવાન્સ ડિગ્રી મેળવી શકે. આ વિદ્યાર્થીઓ કાલના લીડર્સ, ઈનોવેટર અને પાયેનિયર્સને રિપ્રેઝન્ટ કરે છે. 

ઈન્ડો-પેસિફિકે સ્વતંત્ર અને ખુલ્લું હોવું જોઈએ
જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગાએ કહ્યું કે ક્વાડ 4 દેશો દ્વારા એક ખુબ જ મહત્વપૂર્ણ પહેલ છે જે મૌલિક અધિકારોમાં વિશ્વાસ ધરાવે છે અને જેનો વિચાર છે કે ઈન્ડો-પેસિફિકે સ્વતંત્ર અને ખુલ્લું હોવું જોઈએ. આ ઉપરાંત સુગાએ કહ્યું કે પહેલા અમેરિકા દ્વારા જાપાનના ખાદ્ય ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો પરંતુ એપ્રિલ મહિનામાં તે પાછો ખેંચાયો જેના લીધે જાપાનને આર્થિક રીતે મોટી રાહત મળી છે. 

અમે એક સ્વતંત્ર અને ખુલ્લા હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં વિશ્વાસ કરીએ- સ્કોટ મોરિસન
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કહ્યું કે અમે એક સ્વતંત્ર અને ખુલ્લા હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં વિશ્વાસ કરીએ છીએ કારણ કે અમે જાણીએ છીએ કે તેનાથી એક મજબૂત અને સમૃદ્ધ ક્ષેત્રનું નિર્માણ થશે. 

ક્વાડ દેશોની તાલિબાની સરકાર પર મંથન
મળતી માહિતી મુજબ ક્વાડ બેઠક દરમિયાન ચાર દેશો દ્વારા અફઘાનિસ્તાન અને ત્યાંની તાલિબાન સરકાર પર વિસ્તારથી વાત થઈ છે. અફઘાનિસ્તાન સંલગ્ન અનેક મુદ્દાઓ પર મત રજુ  કરાયો અને ભવિષ્યના ઉદ્દેશ્ય પણ નિર્ધારિત કરાયા. તાલિબાન ઉપરાંત ચીન વિરુદ્ધ પણ અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને  જાપાનનું આકરું વલણ જોવા મળ્યું છે. 

ક્વાડ બેઠકમાં પીએમ મોદીનું ચીની એપ પર વલણ
ક્વાડ બેઠકમાં પીએમ મોદીએ ચીની એપ્સનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે CLEAN APP MOVEMENT ને ધાર આપવા પર ભાર મૂક્યો. તેમની આ પહેલનું ક્વાડના અન્ય દેશોએ સ્વાગત કર્યું. અત્રે જણાવવાનું કે ભારતે અનેક ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકેલો છે. કોઈને રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ તો કોઈ એપ પ્રાઈવસીના ભંગને કારણે બેન કરાઈ છે. 

પીએમ મોદીએ જો બાઈડેનેને ભારત આવવાનું આપ્યું આમંત્રણ
ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ભારતનું આમંત્રણ આપ્યા બાદ હવે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ જો બાઈડેનને પણ ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ બાઈડેનને ભારત આવવાની અપીલ કરી અને કહ્યું કે ભારત તેમનું સ્વાગત કરવા માટે તૈયાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube