)
UNGA 2025 Meeting: અમેરિકાની સિક્રેટ સર્વિસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ એક મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ના 80મા સત્ર પહેલા યુએસ સિક્રેટ સર્વિસે ન્યૂયોર્કમાં એક મોટા સાયબર ખતરાનો નિષ્ફળ બનાવી દીધો છે. સિક્રેટ સર્વિસે મંગળવારે (23 સપ્ટેમ્બર, 2025) જણાવ્યું કે, તેમણે 300થી વધુ સિમ સર્વર અને લગભગ 100,000 સિમ કાર્ડ જપ્ત કર્યા છે. આ બધા સિમનો ઉપયોગ ટેલિકોમ સંબંધિત ધમકીઓ અને યુએસ અધિકારીઓ સામે સાયબર હુમલા માટે કરવામાં આવી રહ્યો હતો. આ કાવતરું યુએન જનરલ એસેમ્બલીમાં ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ પહેલા ઘડવામાં આવ્યું હતું.
મોટું કાવતરું નિષ્ફળ
અમેરિકાની સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર, આ ઘટના એવા સમયે બની જ્યારે દુનિયાભરના નેતાઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે યુએસ પહોંચી રહ્યા હતા. સિક્રેટ સર્વિસે એક નિવેદનમાં જણાવ્યું કે, "આ નેટવર્ક અનામી ટેલિફોનિક ધમકીઓની સાથે-સાથે સાયબર હુમલાઓ કરવામાં સક્ષમ હતું. તેમાં એટલી ક્ષમતા હતી કે, તેનાથી સેલ ફોન ટાવર્સ નિષ્કિય થઈ શકતા હતા. આ ઉપરાંત ડિનાયલ ઓફ સર્વિસ એટેક અને ગુના સિન્ડિકેટ, એન્ક્રિપ્ટેડ સંદેશાવ્યવહારને સરળ બનાવવાની ક્ષમતા હતી."
The Secret Service dismantled a network of more than 300 SIM servers and 100,000 SIM cards in the New York-area that were capable of crippling telecom systems and carrying out anonymous telephonic attacks, disrupting the threat before world leaders arrived for the UN General… pic.twitter.com/sZKUeGqvGY
— U.S. Secret Service (@SecretService) September 23, 2025
સિક્રેટ સર્વિસે ન્યૂ યોર્કમાં જ્યાં આ કાવતરાનો પર્દાફાશ કર્યો છે તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની ચાલી રહેલી બેઠકથી 35 માઇલની અંદર છે. આ ઉપકરણો ન્યૂ યોર્કના ટેલિકોમ્યુનિકેશન માટે સંભવિત ખતરાની અપેક્ષા રાખીને, સુરક્ષા એજન્સીએ નેટવર્કને વિક્ષેપિત કરવા માટે તાત્કાલિક પગલાં લીધાં. હાલમાં ઉપકરણોની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.
UNGCમાં અચાનક માઇક કેમ બંધ થઈ ગયા?
આ ઘટના 22 સપ્ટેમ્બરના રોજ બની હતી જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ટેકનિકલ ખામીને કારણે ઘણા દુનિયાભરના નેતાઓના માઇક અચાનક બંધ થઈ ગયા હતા. આ નેતાઓ ગાઝા અને પેલેસ્ટિનિયન રાજ્ય પર મહાસભામાં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે માઇક ખરાબ થઈ ગયા હતા. તે સમયે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈય્યબ એર્દોગાન, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો પણ ભાષણ આપી રહ્યા હતા. જો કે, તે સમયે યુએનના એક સ્ટાફ સભ્યએ જણાવ્યું કે, આ ખામીઓ જનરલ એસેમ્બલી હોલના સાધનોની ખામીને કારણે થઈ હતી અને તે ઇરાદાપૂર્વક કરવામાં આવી હોવાનો કોઈ સંકેત નથી.