)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટની નીતિને સજ્જડ રીતે વળગી રહ્યા છે અને હવે તેમણે એક એવા મેમોરેન્ડમ પર સાઈન કરી જેમાં એવા સંગઠનો, સંધિઓ કે સમજૂતિઓમાંથી હટી જવાનું નક્કી કર્યું છે જે અમેરિકાના હિતો વિરુદ્ધ હોય. આ અંતર્ગત ભારત અને ફ્રાન્સના નેતૃત્વવાળા ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) સહિત 66 વૈશ્વિક સંસ્થાઓમાંથી હટવાનું નક્કી કર્યું છે. અમેરિકાએ આ સંગઠનોને અમેરિકાના સાર્વભૌમત્વ અને હિતો વિરુદ્ધ ગણાવ્યાં છે. વ્હાઈટ હાઉસ દ્વારા પ્રેસિડેન્શિયલ મેમોરેન્ડાના નિવેદનમાં આ જાહેરાત કરાઈ છે. જેમાં 35 બિન સંયુક્ત રાષ્ટ્ર સંગઠનો અને 31 સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાઓમાંથી બહાર નીકળવાનો ઉલ્લેખ કરાયો છે.
બિન સંયુક્ત રાષ્ટ્ર સંગઠનોમાં ભારત અને ફ્રાન્સના નેતૃત્વવાળું ઈન્ટરનેશનલ સોલર અલાયન્સ, ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) અને ઈન્ટરગવર્નેમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ જેવા પ્રમુખ પર્યાવરણ સંગઠનો સામેલ છે.
પીએમ મોદીના નેતૃત્વવાળું સંગઠન
પીએમ મોદી સોલર અલાયન્સને ખુબ મહત્વ આપે છે. જ્યારે તેમણે તેની પહેલ શરૂ કરી તો દુનિયાભરમાં તેમના વખાણ થયા. અમેરિકા આખરે કેમ આ અલાયન્સમાંથી બહાર નીકળી ગયું. ટ્રમ્પનો આ નિર્ણય સેક્રેટરી ઓફ સ્ટેટના રિપોર્ટ પર વિચાર અને પોતાની કેબિનેટ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ આવ્યો છે, જેમાં તેમણે નક્કી કર્યું કે ઓર્ગેનાઈઝેશનનો ભાગ બની રહેવું કે સપોર્ટ આપવું એ યુનિાઈટેડ સ્ટેટસના હિતો વિરુદ્ધ છે. આ પગલું ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા જાન્યુઆરી 2025માં કોવિડ-19 મહામારીના મિસમેનેજમેન્ટનો હવાલો આપતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનથી હટવાની જાહેરાતના લગભગ એક વર્ષ બાદ આવ્યો છે.
શું છે આ ઈન્ટરનેશનલ સોલર અલાયન્સ
ઈન્ટરનેશનલ સોલર અલાયન્સ એક એવું સંગઠન છે જેને વર્ષ 2015માં ભારત અને ફ્રાન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ સંગઠનનો મુખ્ય હેતુ એ હતું સૌર સંસાધનોનથી ભરપૂર દેશોને એક સાથે લાવીને સૌર ઉર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહન આપવું જેથી કરીને જળવાયુ પરિવર્તન સામે સરળતાથી લડી શકાય અને સાથે જ ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આ ટેક્નોલોજી સૌર ઉર્જાના ખર્ચાને ઘટાડવા અને 2030 સુધી 1 ટ્રિલિયન ડોલરના રોકાણને ભેગુ કરવા પર ફોક્સ છે.
તેના સભ્ય દેશોમાં સૌર ઉર્જાના ઉપયોગ માટે ક્ષમતા વિક્સિત કરવાનો હેતુ છે. આ સંગઠનની સ્થાપના 30 નવેમ્બર 2015ના રોજ પીએમ મોદી અને ફ્રાન્સના તત્કાલિન રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદે પેરિસમાં COP21 સંમેલનમાં કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ તેમાં 120થી વધુ દેશ છે. પીએમ મોદીનું તેના પર વધુ ફોકસ છે. પીએમ મોદીના મહત્વપૂર્ણ વિઝનમાંથી એક છે. પીએમ મોદીને પણ આ પહેલ માટે દુનિયાભરમાં શાબાશી મળી હતી. આ અલાયન્સમાં સામેલ દેશો સોલર ટેક્નોલોજીથી ચાલતા ઉપકરણો પર ફોકસ કરે છે અને તેને કેવી રીતે વધારવામાં આવે તેના માટે અનેક પ્રકારના અભિયાન ચલાવે છે.
વર્ષ 2015માં સ્થાપિત આ અલાયન્સમાં અમેરિકા 2021માં જોડાયું હતું. અમેરિકાનું જોડાવવું ઘણું મહત્વનું ગણાતું હતું. ગ્લાસગોમાં ક્લાઈમેટ ચેન્જ પર ચર્ચા માટે COP2026નું આયોજન કરાયું હતું. જેમાં અમેરિકાએ આ સંગઠનમાં સામેલ થવાની જાહેરાત કરી હતી. તેની સ્થાપના બાદથી આ અલાયન્સમાં સમયાંતરે અન્ય દેશો જોડાતા રહે છે.