કાબુલ: અમેરિકી સેનાએ સોમવારે મધરાતે અફઘાનિસ્તાન છોડી દીધુ અને તેમના જતા જ તાલિબાને કાબુલ એરપોર્ટ પર કબજો જમાવી દીધો. પરંતુ અહીં રાખેલા વિમાનો તાલિબાન ક્યારેય ઉપયોગ કરી શકશે નહીં. કારણ કે અમેરિકી સેના આ વિમાનોને નિષ્ક્રિય કરીને ગઈ છે. એટલે કે આટલા મોંઘેરા અને અત્યાધુનિક વિમાનો હવે ભંગારમાં ફેરવાઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાલિબાન માટે ભંગાર સમાન છે આ વિમાનો
કાબુલ એરપોર્ટ પર જેટલા પણ એરક્રાફ્ટ છે જેને અમેરિકા કાબુલમાં જ છોડીને જતું રહ્યું તે હવે ભંગાર બનીને રહી ગયા છે. અમેરિકાનો દાવો છે કે આ બધા વિમાનો બેકાર છે. તેણે દાવો કર્યો છે કે જેટલા પણ અમેરિકી વિમાનો તાલિબાનના કબજામાં છે તેમાંથી એક પણ તાલિબાનને કામ લાગશે નહીં. તાલિબાન આ વિમાન ઉડાવી શકશે નહીં કારણ કે કાબુલ છોડતા પહેલા અમેરિકી સૈનિકોએ આ તમામ એરક્રાફ્ટ ડેમેજ કરી નાખ્યા હતા. 


Zee News એ દાવાની કરી તપાસ
Zee News ના રિપોર્ટર અનસ મલિકે કાબુલ એરપોર્ટ પર ઊભેલા અમેરિકી વિમાનોની તપાસ કરી અને તેમના રિપોર્ટમાં તમને કેટલાક એવા પુરાવા મળશે જે અમેરિકાના દાવા પર મહોર લગાવશે. કાબુલ એરપોર્ટ પર અમેરિકાના શિનુક અને MD જેવા ફાઈટર હેલિકોપ્ટર્સ ઊભા છે. પરંતુ આ હેલિકોપ્ટર્સ ઉડવાની હાલતમાં નથી. કારણ કે તેને ડેમેજ કરવામાં આવ્યા છે. આ સાથે જ દુનિયા હવે રાહતના શ્વાસ લેશે. 


Ashraf Ghani ના ભાગી જવાથી કાબુલમાં અરાજકતા ફેલાઈ, તેમણે દેશ તાલિબાનને સોંપી દીધો- જો બાઈડેન


અમેરિકી સેનાએ ડિસેબલ કર્યા વિમાન અને વ્હીકલ
સેન્ટ્રલ કમાન્ડના હેડ જનરલ કેનેથ મેકેન્ઝીએ કહ્યું કે 73 એરક્રાફ્ટ જે હામિદ કરઝઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઊભા છે તેને ડિસેબલ કરી દેવાયા છે. મેકેન્ઝીએ  કહ્યું કે આ વિમાન હવે ક્યારેય ઉડી શકશે નહીં. તેને ક્યારેય કોઈ ઓપરેટ કરી શકશે નહીં. જો કે તેમાંથી મોટાભાગના વિમાન મિશનને ધ્યાનમાં રાખીને નહતા બનાવાયા, પરંતુ આમ છતાં તે ક્યારેય ઉડી શકશે નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube