)
US Venezuela Tension: વેનેઝુએલા સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને દેશ છોડવાની ધમકી આપી છે. ટ્રમ્પે રવિવારે (30 નવેમ્બર 2025)ના રોજ સ્વીકાર્યું હતું કે, તેમણે માદુરો સાથે ફોન પર વાત કરી હતી. જો કે, ત્યારે બન્ને નેતાઓ વચ્ચે સું વાતચીત થઈ તેના અંગે જાણી શકાયું નહતું.
ટ્રમ્પે માદુરોને આપી દેશ છોડીને ભાગી જવાની ધમકી
મિયામી હેરાલ્ડના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે ફોન પર નિકોલસ માદુરોને ચેતવણી આપતા કહ્યું કે, જો તમે તમારી જાતને અને તમારા પરિવારને બચાવવા માંગો છો, તો તાત્કાલિક દેશ (વેનેઝુએલા) છોડવો પડશે. ટ્રમ્પે માદુરો, તેમની પત્ની સિલિયા ફ્લોરેસ અને તેમના પુત્રને સુરક્ષિત દેશથી બહાર નીકળવાની ઓફર આપી. પરંતુ તેના માટે શરત મુકી છે કે, તેઓએ તાત્કાલિક દેશ છોડવો પડશે. જો કે, વેનેઝુએલાએ આ શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો, જેના કારણે વાતચીત નિષ્ફળ ગઈ.
ટ્રમ્પે વેનેઝુએલાની એરસ્પેસને બંધ કરી
વેનેઝુએલાના માર્ગે USમાં ડ્રગ્સની સપ્લાય પર અમેરિકાએ કડક વલણ અપનાવ્યું છે. હાલમાં જ ટ્રમ્પે વેનેઝુએલામાં એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી, જેને માદુરો સરકારે આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન ગણાવતા કહ્યું કે, આ કોઈ સ્વતંત્ર રાષ્ટ્રની સાર્વભૌમત્વ માટે સીધી ધમકી છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, "તમામ એરલાઇન્સ, પાઇલટ, ડ્રગ્સ ડીલરો અને હ્યુમન ટ્રાફિકિંગથી વિંનતી છે કે, વેનેઝુએલાની ઉપર અને આસપાસની એરસ્પેસને સંપૂર્ણ રીતે બંધ કરવા પર વિચાર કરે."
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે શરૂ છેડાશે યુદ્ધ?
એરસ્પેસ બંધ કરવાની જાહેરાતથી એવી અટકળોને વેગ મળ્યો છે કે, શું અમેરિકા વેનેઝુએલા પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે? હાલમાં, આ અટકળો પર અમેરિકા તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. અમેરિકા સતત આરોપ લગાવતું આવ્યું છે કે, વેનેઝુએલાના માર્ગે અમેરિકામાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે, કેરેબિયન સમુદ્રમાં અમેરિકાએ તાજેતરના અઠવાડિયામાં હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. અમેરિકાએ ત્યાં 20થી વધુ જહાજો પર હુમલો કર્યો છે, જેમાં 80થી વધુ લોકોના મોત થયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ ગુરુવાર (27 નવેમ્બર 2025)ના રોજ થેંક્સગિવીંગ ડે પર સૈનિકોને સંદેશ આપ્યો, જેમાં કહ્યું કે, "અમે તેમને જમીનથી રોકવાનું શરૂ કરીશું. જમીન પર કામગીરી સરળ છે અને ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે." આ વિસ્તારમાં મોટી સંખ્યામાં એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ગેરાલ્ડ ફોર્ડના અમેરિકાની નેવી જહાજોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 15,000 મિલિટ્રી કર્મચારીઓ તૈનાત છે.