મહેમાન નહીં પરંતુ ટ્રમ્પનું મોહરું હતા મિયાં મુનીર, ફટાક દઈને મિત્રને દગો કરવા તૈયાર થઈ ગયું પાકિસ્તાન
Trump and Munir Inside Story: પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ આસીમ મુનીર અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાતની ઈનસાઈડ સ્ટોરી હવે ધીરે ધીરે ખુલતી જાય છે. જાણો વિગતો....
Trending Photos
US President Donald Trump and Pakistan Army Chief Asim Munir: પાકિસ્તાનના ફીલ્ડ માર્શલ સેનાધ્યક્ષ જનરલ આસીમ મુનીરની વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે મહેમાનગતિ કરી તેનું કારણ હવે ધીમે ધીમે સામે આવી રહ્યું છે. આ જે મહેમાનગતિ મિયા મુનીરે માણી ત્યારબાદ દુનિયા સમજી ગઈ છે કે આ તો અમેરિકાની ચાલ હતી અને મુનીર એક મોહરું હતા. પાકિસ્તાની મીડિયામાં પણ એ વાતની ખુબ ચર્ચા છે કે અમેરિકી રાષ્ટ્રપતિએ જનરલ મુનીરને ઈરાન વિરુદ્ધ સહયોગ કરવા કહ્યું છે જેથી કરીને હવાઈ મોરચે પસ્ત ઈરાનને જમીન ઉપર પણ ઘૂંટણિયે લાવી શકાય.
પાકિસ્તાનની ઈરાન સાથે લગભગ 900 કીમીની સરહદ છે. સરહદી વિસ્તારોમાં કુર્દ વિદ્રોહીઓનો પણ આતંક છે, અમેરિકા જાણે છે કે અયાતુલ્લાહ અલી ખામેનેઈનો તખ્તાપલટ કરાવવો હોય તો ફકત ઈરાન જ નહીં પરંતુ ઈરાનના અન્ય રાજ્યોમાં પણ વિદ્રોહી સંગઠનોને જીવતા કરવા પડશે તો જ ત્યાં પશ્ચિમી દેશો સમર્થિક સરકાર બની શકશે.
અમેરિકા ઈરાનમાં પાકિસતાનની એ જ પ્રકારની ભૂમિકા ઈચ્છે છે જેવી તેણે અફઘાનિસ્તાનમાં નિભાવી હતી. અમેરિકાનું એક ગુપ્ત નિગરાણી વિમાન BCAN ઈરાન-પાકિસ્તાન સરહદ પર જોવા મળ્યું છે, એવામાં એવું મનાય છે કે મુનીરની સેના અને આઈએસઆઈએ પહેલેથી જ પાડોશી દેશની પીઠમાં ખંજર ભોંકી દીધુ છે.
પાકિસ્તાન એવા મર્યાદિત દેશોમાં સામેલ છે જેણે ભલે ઈરાનને સાંકેતિક રીતે ગણીએ પરંતુ કૂટનીતિક મોરચે સમર્થન આપવાની સાથે ઈઝરાયેલની ટીકા પણ કરી છે. પરંતુ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં શિયા-સુન્ની ઈસલામિક દેશોની ખાઈ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. સાઉદી અરબ, જોર્ડન જેવા દેશોના એરસ્પેસમાંથી પસાર થતી ઈઝરાયેલની મિસાઈલો દે ધના ધન ઈરાનની રાજધાની તહેરાનને હચમચાવી રહી છે. પરંતુ સુન્ની જૂથના સરદાર સાઉદી અરબ-યુએઈ ચૂપચાપ બેઠા છે. જેનાથી ઉલ્ટુ જોર્ડને ઈરાનથી ઈઝરાયેલ દ્વારા છોડવામાં આવેલી મિસાઈલો અને ડ્રોન તોડી પાડ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે પાકિસ્તાનના આર્મી ચીફ ફીલ્ડ માર્શલ સૈયદ આસીમ મુનીર સાથે વ્હાઈટ હાઉસમાં લંચ દરમિયાન ઈરાન ઈઝરાયેલ તણાવ ઉપર ચર્ચા થઈ અને ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાન ઈરાનને અમારા કરતા સારી પેઠે જાણે છે. ઉચ્ચસ્તરીય વાર્તા બાદ ટ્રમ્પે પત્રકારોને પણ કહ્યું કે પાકિસ્તાનનું ક્ષેત્રમાં રણનીતિક મહત્વ છે અને ખાસ કરીને ઈરાન મામલે. અમે ઈરાન ઈઝરાયેલ મુદ્દે વાત કરી. પાકિસ્તાન અમારી સરખામણીમાં ઈરાનને વધુ સારી રીતે જાણએ છે. તેઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ટ્રમ્પ અને મુનીરની આ બેઠક કેબિનેટ રૂમમાં થઈ જે ખુબ લાંબી ચાલી. ત્યારબાદ ટ્રમ્પે આર્મી ચીફના સન્માનમાં લંચ પણ આયોજિત કર્યું. વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ પણ કહ્યું કે પાકિસ્તાન પશ્ચિમી એશિયા ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની દિશામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘટતા તણાવમાં પણ મુનીરની ભૂમિકાના વખાણ કર્યા.
ઈરાનમાં તખ્તાપલટ અને અમેરિકાના નેતૃત્વવાળા પશ્ચિમી દેશો સમર્થિત સરકાર માટે પાકિસ્તાનને હથિયાર તરીકે ઉપયોગ કરવાનો અંદાજ એ વાતથી લાગે છે કે ટ્રમ્પ સાથે મુલાકાત બાદ મુનીરની બેઠક અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને રક્ષામંત્રી પેટ હેગસેટ સાથે પણ થવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે