મહત્વના સમાચાર...જો તમને ડાયાબિટીસ-હાર્ટ સમસ્યા હશે તો નહીં મળે અમેરિકાના વિઝા!

અમેરિકાના વિઝા મેળવવા માટે આતુર લોકો માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. અમેરિકા ડાયાબિટીસ, હાર્ટ સમસ્યા અને અન્ય જૂની બીમારીઓથી પરેશાન લોકોને વિઝા આપવાનો ઈન્કાર કરી શકે છે. 

મહત્વના સમાચાર...જો તમને ડાયાબિટીસ-હાર્ટ સમસ્યા હશે તો નહીં મળે અમેરિકાના વિઝા!

અમેરિકાની ટ્રમ્પ સરકારે નવા દિશા નિર્દેશ જાહેર કર્યા છે જે હેઠળ ડાયાબિટીસ, હાર્ટ સમસ્યા, મોટાપા, કેન્સર કે મેન્ટલ ઈલનેસ જેવી ક્રોનિક હેલ્થ કંડિશનથી પરેશાન વિદેશી નાગરિકોને અમેરિકી વિઝા અને ગ્રીન કાર્ડ આપવાનો ઈન્કાર કરવામાં આવી શકે છે. વિદેશ વિભાગ દ્વારા દુનિયાભરના અમેરિકી દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસોને મોકલવામાં આવેલા આ નિર્દેશમાં પબ્લિક ચાર્જ નિયમના ઈન્ટરપ્રેટેશનને એક્સપાન્ડ કરાયો છે. જે એવા લોકોને સરકારી મદદ પર આર્થિક રીતે નિર્ભર થતા રોકે છે. 

બીમારીની ઓળખ થશે
નવી નીતિ હેઠળ વિઝા અધિકારીઓને એવા અરજીકર્તાઓની ઓળખ કરવાના નિર્દેશ અપાયા છે જેમની મેડિકલ કન્ડિશનને કારણે 'લાખો ડોલરની દેખભાળ'ની જરૂર પડી શકે. મેન્શન્ડ કન્ડિશનમાં હાર્ટ અને રેસ્પિરેટરી ડિસિઝ, મેટાબોલિક ડિસઓર્ડર, ન્યૂરોલોજિકલ ઈલનેસ અને મોટાપા સામેલ છે. જે અસ્થમા, સ્લીપ એપનિયા, અને હાઈ બ્લડ પ્રેશનર જેવા કોમ્પલિકેશન્સ સાથે જોડાયેલા છે. 

Add Zee News as a Preferred Source

દરેક પ્રકારના વિઝા પર નિયમ લાગૂ
જો કે આ નીતિ ટેક્નિકલ રીતે તમામ પ્રકારના વિઝા પર લાગૂ થાય છે. જેમાં પર્યટક(B-1/B-2) અને સ્ટુડન્ટ (F1) વિઝા સામેલ છે. આ ખાસ કરીને પરમેનન્ટ રેસિડેન્સી ઈચ્છતા અપ્રવાસીઓ પર અસર કરે તેવી શક્યતાછે. નિયમ એ વાત પર ભાર મૂકે છે કે અરજીકર્તાઓએ એ સાબિત કરવું પડશે કે તેમની પાસે પલ્બિક ફંડ પર ડિપેન્ડ થયા વગર જીવનભરની સારવારના ખર્ચા પૂરા કરવા માટે પૂરતા પૈસા છે. 

અગાઉ શું હતી સ્થિતિ
પરંપરાગત રીતે વિઝા પ્રોસેસમાં હેલ્થ સ્ક્રીનિંગ ટીવી જેવી સંક્રમાક બીમારીઓ પર  ફોક્સ્ડ રહી છે. જો કે આ પગલાંથી તેનો દાયરો નાયકીય ઢબે વ્યાપક થઈ ગયો છે અને તેમાં બિન ચેપી ક્રોનિક બીમારીઓનો પણ સમાવેશ થયો છે. 

વિઝા મેળવનારાઓની સંખ્યા ઘટી શકે
ઈમિગ્રેશન સમર્થકોએ આ નીતિની ટીકા કરતા એવો તર્ક આપ્યો છે કે વાણિજ્ય દૂતાવાસ અધિકારીઓ, જેમની પાસે ખાસ કરીને મેડિકલ એક્સપર્ટીઝની કમી હોય છે તેમને સબ્જેક્ટિવ હેલ્થ જજમેન્ટ લેવાનો હદથી વધુ વિવેકાધિકાર આપે છે. એક્સપર્ટ્સે ચેતવણી આપી છે કે આ ફેરફારથી વૃદ્ધ લોકો અને કોમન ક્રોનિક કન્ડિશનથી પરેશાન લોકો વચ્ચે લીગલ ઈમિગ્રેશનમાં ઘણી કમી આવશે, જેનાથી પ્રભાવી રીતે સૌથી પૈસાદાર અને સ્વસ્થ એપ્લિકન્ટ્સને ફાયદો થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news