Viral News: ગૂટકા ખાઈને થૂંકતા પહેલા હજારવાર વિચાર કરજો, પરેશાન થઈને પોલીસ બોલાવી પરંતુ....

દેશની બહાર જાઓ તો તમારે જે તે દેશમાં સભ્યતા અને શાલિનતાથી રહેવું જોઈએ. પણ જો તે કરવામાં નિષ્ફળ રહો તો શું થાય. આવો જ કઈક કિસ્સો અમેરિકાથી સામે આવ્યો છે.  

Viral News: ગૂટકા ખાઈને થૂંકતા પહેલા હજારવાર વિચાર કરજો, પરેશાન થઈને પોલીસ બોલાવી પરંતુ....

અમેરિકામાં રહેતા એક ભારતીયએ પોતાના દેશી પડોશીની ફરિયાદ રેડિટ પર કરી. તેણે કહ્યું કે પાડોશીઓનો ખરાબ વ્યવહાર અને શોરબકોર ભારતીયો વિરુદ્ધ નફરત વધારે છે. તેણે લખ્યુ કે આ લોકો અસભ્ય છે અને બીજાનું ધ્યાન રાખતા નથી. તેણે જણાવ્યું કે હું આ બિલ્ડિંગમાં છ વર્ષથી રહું છું. ક્યારેય મુશ્કેલી થઈ નથી. પરંતુ હાલમાં જ એક પરિવાર નીચે આવ્યો. જેમાં માતા પિતા અને તેમના દીકરા દીકરી છે. ત્યારથી બધાનું જીવવું મુશ્કેલ થયુ છે. બિલ્ડિંગ લાકડાનું છે એટલે અવાજ સરળતાથી સંભળાય છે. આ લોકો જોર જોરથી ચાલે છે, જેનાથી ટીવી અને ફર્નિચર સુદ્ધા હલવા લાગે છે. સવારથી સાંજ સુધી આ સિલસિલો ચાલે છે. 

વાતચીત નિષ્ફળ
તેમના પાડોશીઓએ અવાજ ઓછો કરવા  કહ્યું પરંતુ કોઈ ફાયદો થયો નહીં. અમેરિકી પાડોશીઓએ પણ કોશિશ કરી, પણ ભાષાની સમસ્યા આવી. પરિવારને અંગ્રેજી આવડતું નથી. પછી અમેરિકી પાડોશીઓએ તેમની મદદ માંગી. એકવાર તો હદ થઈ ગઈ અને પોલીસ બોલાવવી પડી.  તેને અંગ્રેજીમાં વાત કરવાનું કહ્યું હતું તો પાડોશીનો પતિ ગુજરાતીમાં બરાડ્યો.

એક અન્ય પાડોશી જે રાતની નોકરી કરે છે, શાંતિથી ઊંઘી શકતો નથી. પરિવાર જોર જોરથી વાત કરે છે અને ચાલે છે. શોર એટલો વધી ગયો કે અનેક પાડોશીઓએ પોલીસને ફોન કર્યો. તેમણે કહ્યું કે અમેરિકામાં સભ્યતા જરૂરી છે. બધાએ એકબીજાનું ધ્યાન રાખવું જોઈએ. 

ગુટકા થૂંકવાની આદત
તેના પરિવાર પર ગુટકા ખાઈને થૂંકવાનો પણ આરોપ લાગ્યો છે. એક સાઉથ ઈન્ડિયન પાડોશીએ જણાવ્યું કે તેઓ પાન અને ગુટખા ખાઈને તેમની બાલકની પર થૂંકે છે. જેનાથી વાસ ફેલાય છે. તેમની નાની પુત્રીએ પણ ફરિયાદ કરી. તેણે પોતે અનેકવાર પાડોશીને થૂંકતા જોયા છે. તેની પત્ની જે ગુજરાતી સમજે છે તેણે જણાવ્યું કે તેઓ જોરજોરથી પૈસાની વાત કરે છે જે સ્પષ્ટ સંભળાય છે. 

અણેરિકી પાડોશીઓએ મજાકમાં તેને કહ્યું કે, આ તમારા લોકો છે. તેણે માફી માંગી અને કહ્યું કે તેણે ખુબ કોશિશ કરી પરંતુ પરિવાર સુધર્યો નહીં. તેણે કહ્યું કે વારંવાર સમજાવવા છતાં અને પોલીસ બોલાવ્યા બાદ પણ કોઈ ફેરફાર આવ્યો નથી. તેઓ સભ્યતાના નિયમ માનતા નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news