)
અમેરિકાના ડેલાવેરની 35 વર્ષની જેનિફર એલનની કહાની જાણીને તમે દંગ રહી જશો. એક માતા કે જેણે તેની દીકરીના જન્મ અને મેડિકલ ઈમરજન્સી બાદ 20 લાખ રૂપિયાના ક્રેડિટ કાર્ડના દેવામાં ડૂબી ગઈ હતી. તેણે કઈ રીતે એઆઈની મદદથી ફક્ત 30 દિવસમાં 10 લાખ રૂપિયાથી વધુનું કરજ ચૂકતે કર્યું. આ કહાની નવી ટેક્નિક અને જુસ્સાની કહાની છે. જે કોઈના પણ માટે પ્રેરણાદાયક બની શકે છે. આ કહાની દર્શાવે છે કે તમે જીવનમાં જો જીવવા માંગતા હોવ તો તમારી મદદ માટે અનેક રસ્તાઓ ખુલી જશે. WION માં છપાયેલા એક રિપોર્ટ મુજબ 35 વર્ષની અમેરિકી મહિલા ChatGPT ના દમ પર પોતાના 20 લખના ક્રેડિટ કાર્ડનું દેવું ચૂકવી રહી છે.
દીકરીના જન્મ બાદ વધી ગયું દેવું
મીડિયા રિપોર્ટ મુજબ જેનિફરના જીવનમાં બધુ ઠીક હતું. તેની કમાણી સારી હતી. પરંતુ દીકરીના જન્મ બાદ ઘણા પૈસા ખર્ચાઈ ગયા. મેડિકલ બિલ, બાળકના ઉછેરનો ખર્ચ અને રોજબરોજના ખર્ચાઓએ તેનું ક્રેડિટ કાર્ડનું બિલ ખુબ વધારી દીધુ. ત્યારે જનિફરે કહ્યું કે અમે કોઈ શાહી જીવન નહતા જીવતા, બસ જીવનનિર્વાહ કરતા હતા. પરંતુ દેવું એટલું વધી ગયું કે ખબર જ ન પડી. કરજો ડર તેને રોજ રાતે સતાવતો હતો.
ChatGPT ને સહારે જીવનમાં રસ્તા ખુલ્યા
જેનિફેર આગળ કહ્યું કે તેણે એક દિવસ હિંમત કરીને ChatGPT ને પોતાની આર્થિક મુશ્કેલીનો ઉકેલ પૂછ્યો. તો AI એ તેને નાના નાના ફેરફાર કરવાનું કહ્યું. જે સરળ હતા. સૌથી પહેલા જેનિફરે બિનજરૂરી સબસ્ક્રિપ્શન બંધ કર્યા. પછી એઆઈએ જૂના એકાઉન્ટ્સ ચેક કરવાનું કહ્યું. આ દરમિયાન તેને એક જૂના બ્રોકરેજ એકાઉન્ટમાંથી 8.5 લાખ રૂપિયા મળ્યા. જેને તે ભૂલી ગઈ હતી. ChatGPT એ તેને ઘરમાં રહેલા સામાનથી ભોજન તૈયાર કરવાનો આઈડિયા આપ્યો. જેનાથી ભાડાનો ખર્ચો 50,000 રૂપિયા સુધી ઘટી ગયો. જેનિફર કહે છે કે કોઈ જાદુ નહતો. બસ રોજ પોતાના ખર્ચા જોવા અને તેના પર વાત કરવી તથા ડરને છોડવાનો હતો.
AI ની મદદથી 30 દિવસની ચેલેન્જ, 10 લાખનું દેવું ઘટી ગયું
ChatGPT ની સલાહ પર જેનિફરે 30 દિવસની ચેલેન્જ લીધી. તેણે પોતાના ખર્ચા પર ખુબ નજર રાખી, બેકાર અને ફાલતું ખર્ચા પર કાપ મૂક્યો. એઆઈએ જણવેલા ઉપાયો જીવનમાં ડેઈલી અપનાવતી ગઈ અને પરિણામ એ આવ્યું કે માત્ર 30 દિવસમાં તેણે 12,078.93 ડોલર (લગભગ 10.3 લાખ રૂપિયા) નું દેવું ચૂકવી દીધુ. એટલે કે તેનું અડધો અડધ દેવું ઘટી ગયું. હવે તે વધુ એક ચેલેન્જની તૈયારી કરી રહી છે. અને ત્યારબાદ તે સંપૂર્ણ રીતે કરજ મુક્ત થઈ શકશે.
જેનિફર લોકોને શું સંદેશ આપે છે
જેનિફરનું કહેવું છે કે કરજને પહોંચી વળવા માટે તમારે બહુ સમજદાર હોવાની જરૂર નથી પરંતુ બસ તમારે તમારી જાતને તાકાત આપતા રહેવાનું છે. જે રીતે તેણે કર્યું. જેનિફરની કહાની એટલા માટે પણ ખાસ છે કારણ કે અમેરિકામાં કરજનો બોજ વધી રહ્યો છે. 2025ના પહેલા ત્રિમાસિકમાં ત્યાં ઘરોનું દેવું 18.2 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે.