)
હોસ્પિટલમાં એક એવો વ્યક્તિ આવ્યો જેને જોઈને બધાને હોશ ઉડી ગયા. કારણ કે આ વ્યક્તિના મોઢામાં તેની ગર્લફ્રેન્ડનો હાથ ફસાયેલો હતો અને તે દુખાવાથી કણસતો હતો. કપલને જ્યારે પૂછવામાં આવ્યું કે શું થયું તો તેમણે કહ્યું કે બંને એક વાયરલ સોશિયલ મીડિયા ચેલેન્જને અજમાવી રહ્યા હતા પરંતુ અચાનક ત્યારે જ મહિલાનો હાથ તેના પ્રેમીના મોઢામાં ફસાઈ ગયો. સોશિયલ મીડિયામાં આ અજીબોગરીબ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેના વિશે નેટિઝન્સ ભાત ભાતની વાતો કરી રહ્યા છે.
ઓડિટી સેન્ટ્રલના એક રિપોર્ટ મુજબ આ વિચિત્ર ઘટના ચીનના જિલિન પ્રાંતમાં 18 માર્ચના રોજ ઘટી, જ્યાં કપલ હેન્ડ ઈટિંગ નામના એક વાયરલ સોશિયલ મીડિયા ચેલેન્જ અજમાવી રહ્યા હતા. આ ચેલેન્જમાં મહિલાએ પોતાની મુઠ્ઠી પ્રેમીના મોઢામાં નાખી દીધી, પરંતુ જ્યારે હાથ કાઢવાની કોશિશ કરી તો તે મોઢામાં ફસાઈ ગયો. મહિલાએ કહ્યું કે એવું લાગ્યું કે જાણે મારો હાથ કોઈ માંસની ચક્કીમાં ફસાઈ ગયો. ત્યારબાદ બોયફ્રેન્ડના ગળામાંથી ગડગડનો અવાજ આવવા લાગ્યો અને મહિલાની કલાઈથી કોણી સુધી લાળ વહેવા લાગી. બંનેએ હાથ કાઢવાની ખુબ કોશિશ કરી પરંતુ નિષ્ફળ ગયા અને પછી હોસ્પિટલમાં દોડ્યા.
તપાસમાં ડોક્ટરોને જાણવા મળ્યું કે વ્યક્તિના મોઢાના સ્નાયુ ખેંચાઈ ગયા હતા જેના કારણએ જડબું લોક થઈ ગયું હતું. દુખાવાના કારણે તે મહિલાના હાથને જોરજોરથી બચકા ભરી રહ્યો હતો. જેના કારણે સ્થિતિ વધુ બગડી રહી હતી. રિપોર્ટ મુજબ ડોક્ટરોએ ગભરાયેલા વ્યક્તિને શાંત કરવા માટે મ્યૂઝિક વગાડ્યું અને મોઢાના સ્નાયુઓને ઢીલા કરવાની દવા આપી. ધીરે ધીરે મહિલાએ કાંડુ ફેરવ્યું અને પછી 20 મિનિટમાં હાથ મોઢામાંથી બહાર આવી ગયો.
આ ઘટના સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. આ સાથે એક બોધપાઠ પણ છે કે ઈન્ટરનેટ પર વાયરલ થયેલી ચેલેન્જ મજેદાર લાગી શકે છે પરંતુ સાથે સાથે જોખમી પણ બની શકે છે. આથી કોઈ પણ વાયરલ ટ્રેન્ડમાં કૂદતા પહેલા તેના સંભવિત જોખમો વિશે સારી રીતે જાણી લેવું જોઈએ.
જુઓ Video