યુદ્ધ થઈ જશે સમાપ્ત? યુદ્ધવિરામ પ્રસ્તાવ પર પુતિને આપી પ્રતિક્રિયા, રાખી આ શરત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયા-યુક્રેન યુદ્ધ પર પોતાની વાત રાખી છે. પોલીસે પત્રકાર પરિષદમાં યુદ્ધવિરામને લઈને વાત કરતા પીએમ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનો પણ ઉલ્લેખ કર્યો. જાણો પુતિને શું કહ્યું.
Trending Photos
મોસ્કોઃ છેલ્લાં 3 વર્ષથી ચાલી રહેલું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકી શકે છે... કેમ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રશિયા દુશ્મની ખતમ કરવાના પ્રસ્તાવોથી સહમત છે... સાથે જ તેમણે દુનિયાના તે તમામ નેતાઓનો આભાર માન્યો જે યુદ્ધ વિરામ અને સંઘર્ષને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે... ત્યારે શું યુક્રેન-રશિયાનું યુદ્ધ અટકી જશે?... પુતિને યુદ્ધ ખતમ કરવા માટે કઈ શરત મૂકી?... જોઈશું આ અહેવાલમાં...
આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે... કેમ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન યુક્રેન સાથે યુદ્ધ વિરામ માટે સહમત થયા છે... પરંતુ તેના માટે તેમણે શરત મૂકી છે...
રશિયા શાંતિ વાર્તાનું સમર્થન કરે છે. પરંતુ આ શરત પર કે તે લાંબા સમયનું સમાધાન હોય. સાથે જ સંઘર્ષના મૂળ કારણોને પણ સમાપ્ત કરશે
આ સ્થિતિ એવા સમયે સર્જાઈ છે... કેમ કે વૈશ્વિક નેતાઓ પણ રશિયા અને યુક્રેન યુદ્ધ અટકે તેના માટે પ્રયાસો કરી રહ્યા છે... જેમાં સૌથી પહેલું નામ છે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી... તેમણે રશિયાની મુલાકાત સમયે પણ યુદ્ધને વાતચીતથી પૂરું કરવાનો મુદ્દો ઉઠાવ્યો...
યુક્રેનની મુલાકાત સમયે પણ પીએમ મોદીએ કહ્યું હતું કે અમે યુદ્ધમાં નહીં પણ બુદ્ધમાં માનીએ છીએ... એટલે કે શાંતિનો સંદેશ આપ્યો હતો.
બીજીબાજુ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં રશિયા-યુક્રેન યુદ્ધ શાંત કરાવવાનો વાયદો કર્યો હતો... અને તે દિશામાં તેમણે પ્રયાસ પણ શરૂ કરી દીધા હતા... તો બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા પણ શાંતિની દિશામાં સક્રિય હતા... આ જ કારણ છે કે રશિયાના રાષ્ટ્રપતિએ તમામ નેતાઓનો આભાર માનતાં કહ્યું કે...યુક્રેન સમજૂતી પર આટલું ધ્યાન આપવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનું છું. આપણી પાસે પોતાના ડોમેસ્ટિક મામલાને ઉકેલવાનો સમય છે પરંતુ અનેક રાષ્ટ્રના નેતા આ મુદ્દા પર ધ્યાન આપી રહ્યા છે. જેમાં ચીનના રાષ્ટ્રપતિ, ભારતના પ્રધાનમંત્રી, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. અમે તે બધાના આભારી છીએ.. કેમ કે તેમનો ઉદ્દેશ્ય એક મોટા મિશનને પાર પાડવાનો છે જે શત્રુતા અને જાનમાલના નુકસાનને સમાપ્ત કરવાનું મિશન છે...
આ સંયુક્ત પ્રયાસની અસર કહો કે વૈશ્વિક નેતાઓનું દબાણ... પુતિન યુદ્ધ વિરામ કરવા માટે તૈયાર થયા છે... ત્યારે આશા રાખીએ કે રશિયા-યુક્રેન શાંત થાય... અને બંને દેશના લોકો ખુલ્લા આકાશમાં આઝાદીનો શ્વાસ લે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે